મંગળવારે પાટનગર ગાંધીનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો હતો. સેક્ટર-10 ખાતે આવેલા અરણ્ય ભવમાં બપોરે 2 વાગ્યાની આસપાસ સોલાર પેનલમાં આગ લાગતા 5 પેનલ બળીને ખાખ થઈ ગઈ હતી. ધાબા પર રાખવામાં આવેલા અન્ય કેટલો સામાન પણ બળી ગયો હતો. પ્રાથમિક દૃષ્ટિએ સોલાર પેનલની બેટરીમાં હિટિંગથી આગ લાવી હોવાની શક્યતા છે.
સેક્ટર-10 અરણ્ય ભવન ખાતે મંગળવારે બપોરે પોણા 2 વાગ્યાના સુમારે આગની ઘટના બની હતી. આપના કોર્પોરેટર તુષાર પરીખે બિલ્ડિંગના ધાબા પર ધૂમાડા જોયા જોતાં તાત્કાલિક ત્યાં પહોંચીને સિક્યુરિટી ગાર્ડને ધાબા પર ધૂમાળા દેખાતા હોવાની જાણ કરી હતી. બીજી તરફ તેઓએ ફાયર બ્રિગેડને ફોન કરતાં તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ફાયરના જવાનોએ પાંચમા માળ સુધી પાઈપ લંબાવીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જેમાં 250 વોલ્ટની પાંચેક જેટલી સોલાર પેનલ બળી ગઈ હતી. આ સિવાય ધાબા પર પડેલાં ખૂરશી-દરવાજા સહિતનો ભંગાર પણ બળી ગયો હતો. આ અંગે ફાયર ઓફીસ કૈઝાદ દસ્તૂરે જણાવ્યું હતું કે,‘ગરમીના કારણે સોલાર પેનલની બેટરી હીટ થયા આગ લાગી હોવાની શક્યતા છે. સામાન્ય રીતે બેટર પેનલની નીચે મુકતા હોય છે પરંતુ કોઈ રીતે સીધો તાપ પડતાં બેટર ઓવરહીટ થતા આગની શક્યતા વધી જાય છે.’
આગથી બચવા શું સાવચેતી રાખવી?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.