તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકાસણી:12 કન્સ્ટ્રક્શન સાઇટ અને અન્ય એકમો પાસેથી પોરાનાશકની કામગીરીમાં બેદરકારી બદલ રૂપિયા 25100નો દંડ વસુલાયો

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લાની કન્સ્ટ્રક્શન સાઇટોમાં મચ્છરોના પોરાનાશની કામગીરી કરાઇ - Divya Bhaskar
જિલ્લાની કન્સ્ટ્રક્શન સાઇટોમાં મચ્છરોના પોરાનાશની કામગીરી કરાઇ
  • જિલ્લાની 272 કન્ટ્રક્શન સાઇટોમાંથી 204 જગ્યાએ મચ્છરોના પોરા મળી આવતા તેનો નાશ કરાયો હતો
  • મચ્છરોના પોરા શોધવા 8677 સ્થાનોની ચકાસણી કરી અને 265 સુરપવાઇઝરને તાલીમ આપી

બાંધકામ સાઇટો સહિતના એકમોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો શોધી કાઢવા માટે જિલ્લાની 272 કન્ટ્રક્શન સાઇટોની 8677 જગ્યાઓની તપાસ કરી હતી. જેમાંથી 204 જગ્યાએ મચ્છરોના પોરા મળી આવતા તેનો નાશ કર્યો હતો. ઉપરાંત વધુ પ્રમાણમાં મચ્છરોના લારવા મળી આવતા 12 બાંધકામ સાઇટ અને એકમોને નોટીસ ફટકારીને રૂપિયા 25100નો દંડ વસુલાયો છે. જ્યારે 265 સુપરવાઇઝરોને તાલીમ આપી હતી.

કોરોનાની મહામારીની સાથે સાથે મચ્છરજન્ય રોગચાળો વકરે નહી તે માટે જિલ્લા કલેક્ટરને પોરા નાશકની કામગીરી સઘન કરવાની સુચના આપી હતી. જેને પગલે જિલ્લા મેલેરીયા વિભાગે 300 કર્મચારીઓની ટીમ બનાવીને જિલ્લાની 272 કન્ટ્રક્શન સાઇટોમાં મચ્છરોના 8677 ઉત્પત્તિ સ્થાનોની ચકાસણી કરી હતી. જેમાંથી 204 સ્થાનોમાંથી મચ્છરોના પોરા મળી આવતા તેનો નાશ કર્યો હતો. ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરના પાણીના હોઝમાં દવા અને ઓઇલ નાંખ્યું હતું. ઉલ્લેખનીય છે કે બાંધકામ સાઇટ તેમજ અન્ય એકમોની ચકાસણી કરતા 12 જગ્યાએ વધુ પ્રમાણમાં મચ્છરોના પોરા મળી આવતા જિલ્લા મેલેરીયા અધિકારીએ નોટીસ ફટકારી હતી. ઉપરાંત પોરા નાશકની કામગીરીમાં લાપરવાહી બદલ દંડ પેટે રૂપિયા 25100 દંડ વસુલ્યો હોવાનું જિલ્લા મેલેરીયા અધિકારી ડો.મમતાબેન દત્તાણીએ જણાવ્યું છે.

જિલ્લાના ચારેય તાલુકાવાર કામગીરીમાં ગાંધીનગર તાલુકાની 187 બાંધકામ સાઇટોમાંથી 7376 સ્થાનોની તપાસ કરતા 173 જગ્યાએ પોરા મળી આવ્યા હતા. જ્યારે વધુ માત્રામાં પોરા મળી આવતા 5 બાંધકામ સાઇટોને નોટીસ ફટકારી હતી. જ્યારે બાંધકામ સાઇટના 181 સુપરવાઇઝરોને તાલીમ આપી હતી. દહેગામ તાલુકાની 23 સાઇટોના 169માંથી 8 જગ્યાએથી પોરા મળતા નાશ કર્યા હતા. જ્યારે 1 સાઇટના સંચાલકને નોટીસ ફટકારી તો 23 સુપરવાઇઝરોને તાલીમ આપી. કલોલ તાલુકાની 49 સાઇટની 1026 જગ્યાઓમાંથી 15માંથી પોરા મળતા બે સાઇટને નોટીસ ફટકારી હતી. તેમજ 49 સુપરવાઇઝરોને તાલીમ આપી હતી.

ઉપરાંત માણસા તાલુકાની 13 સાઇટની 106માંથી 8 જગ્યામાંથી મચ્છરોના પોરા મળતા નાશ કરીને 12 સુપરવાઇઝરોને તાલીમ આપી હતી. ઉલ્લેખનીય છે કે બાંધકામ સાઇટ તેમજ અન્ય એકમોની ચકાસણી કરતા 12 જગ્યાએ વધુ પ્રમાણમાં મચ્છરોના પોરા મળી આવતા જિલ્લા મેલેરીયા અધિકારીએ નોટીસ ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...