તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:ગાંધીનગર ST બસ સ્ટેન્ડમાં ખાનગી વાહનોને ગમે ત્યાં પાર્ક કરશો તો રૂપિયા 200નો દંડ

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પે એન્ડ પાર્કિંગમાં જ મુલાકાતીઓએ પોતાનું ખાનગી વાહન પાર્ક કરવાનો આદેશ
 • એસ ટી ડેપોમાં પાસ કઢાવવા કે ટિકિટના બુકિંગ માટે આવતા મુલાકાતીઓ દ્વારા પોતાનાં વાહનોને ડેપોમાં આડેધડ પાર્ક કરાતાં બસચાલકોને થઈ રહેલી હાલાકી

નગરના એસ ટી ડેપોમાં મુલાકાતીઓ પોતાના ખાનગી વાહનોને આડેધડ પાર્ક કરતા હતા. આથી બસના ડ્રાઇવરોને હાલાકી પડતી હોવાથી ખાનગી વાહનોને ફરજિયાત પાર્કિંગમાં પાર્ક કરવાનો આદેશ કર્યો છે. ઉપરાંત પાર્કિંગ સિવાય અન્ય જગ્યાએ વાહનને પાર્ક કરવા બદલ રૂપિયા 200નો દંડ લેવાનો આદેશ એસ ટી ડેપોના સંચાલકોએ આદેશ કર્યો છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરના એસ ટી ડેપોમાં વાહન પાર્કિંગ માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત અપડાઉન કરતા મુસાફરોના વાહનો મુકવા માટે પે એન્ડ પાર્કિંગની પણ સુવિધા કરવામાં આવી છે. તેમ છતાં એસ ટી ડેપોમાં પાસ કઢાવવા કે ટિકીટના બુકિંગ માટે આવતા મુલાકાતીઓ દ્વારા પોતાના ખાનગી વાહનોને ડેપોમાં આડેધડ પાર્ક કરતા હતા. આથી બસના ડ્રાઇવરોને હાલાકી પડતી હતી. બસને લાવવા અને લઇ જવા પડતી હાલાકીને પગલે ખાનગી વાહનોને યોગ્ય જગ્યાએ પાર્કિંગમાં જ પાર્ક કરવાની સુચના લખવામાં આવી હતી. ઉપરાંત ડેપો દ્વારા એક કર્મચારીને પણ રાખવામાં આવ્યો હતો. તેમ છતાં મુલાકાતીઓ પોતાના વાહનોને પાર્કિંગમાં પાર્ક કરવાને બદલે આડેધડ પાર્ક કરી દેતા હતા.

ડેપોમાં ખાનગી વાહનોના આડેધડ પાર્કિંગને રોકવા માટે એસ ટી ડેપોના મેનેજર દ્વારા રૂપિયા 200 દંડનો નિયમ બનાવ્યો છે. તેમાં મુલાકાતે આવતા લોકોએ પોતાના ખાનગી વાહનોને પાર્કિંગમાં મુકવાના રહેશે. અન્યથા ગમે ત્યાં પાર્ક કરવામાં આવશે તો રૂપિયા 200નો દંડ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પાસ કઢાવવા કે ટિકીટના બુકિંગ માટે આવતી વ્યક્તિઓના પોતાના વાહનોને પે એન્ડ પાર્કિંગમાં મુકવા દેવામાં આવે છે. તેના માટે કોઇ ચાર્જ પણ લેવામાં આવતો નથી. તેમ છતાં અમુક લોકો પોતાના વાહનોને ગમે ત્યાં પાર્ક કરીને જતા રહેતા હોવાનું ડેપોના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો