સોનારડા ગામમાં એક જ મહોલ્લામાં રહેતા પરિવાર સાથે મારામારી કરવામાં આવી હતી. ઘરની બાજુમાં રહેતા પિતા પુત્ર આવીને તેમના મકાનનુ કામ પૂરું કરી આપવા બાબતે બોલાચાલી કરીને મારઝૂડ કરવામાં આવી હતી. જેને લઇ મારામારી કરનાર પિતા પુત્ર સામે ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવતા કાર્યવાહી હાથ ધરી હતી.
સોનારડા ગામમાં રહેતા સેંધાજી મગનજી ઠાકોર કડીયાકામ કરી પરિવારનુ ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે તેમના ઘરની બાજુમાં રહેતા નેનાજી સોમાજી ઠાકોર અને તેમનો દિકરો લાલાજી નેનાજી ઠાકોર કડિયાકામ કરનાર સેંધાજીના ઘરે ગયા હતા. તે સમયે તેમના મકાનનુ કામ પૂરું કરી આપવાનુ કહીને બોલાચાલી કરવામાં આવી હતી.
જેમાં મનફાવે તેમ ગાળો બોલીને જતા રહ્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી પુત્ર લાલજી તેના હાથમાં લોખંડની પાઇપ લઇને આવ્યો હતો અને સેંધાજી કાઇ સમજે તે પહેલા પાઇપ માથામાં ફટકારી દીધી હતી. પાઇપથી હુમલો કરવામાં આવતા નીચે પડી ગયા હતા.
જેથી તેમની પત્ની અને દિકરો બચાવવા દોડી આવ્યા હતા અને મારમાથી પોતાના પતિને બચાવ્યા હતા. જેમાં ઇજાગ્રસ્ત હાલતમાં ગાંધીનગર સિવિલમાં સારવાર માટે લઇ જવાયા બાદ પિતા પુત્ર સામે ડભોડા પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.