પ્રેમપ્રકરણ:શહેર પોલીસની મહિલા કર્મી અડધી રાત્રે પ્રેમી PIના ઘરે પહોંચી ગઇ !!

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • PIએ પોલીસ બોલાવતા મહિલાને પોલીસ મથકે લાવી મામલો રફેદફે કરી દેવાયો
  • એકબીજાને​​​​​​​ પ્રેમ કરતા હોવાથી મહિલા કર્મી અડધી રાત્રે પહોંચી જતા પીઆઇને પોલીસ બોલાવવી પડી: બનાવથી પોલીસબેડામાં ચકચાર

જિલ્લાના પોલીસ મથકમા ફરજ બજાવતા કર્મચારીઓના છેલ્લા એક પખવાડિયાથી વિચિત્ર બનાવો સામે આવી રહ્યા છે. એક પછી એક બનાવો સામે આવતા પોલીસ કર્મચારીઓ પણ ચર્ચા કરતા જોવા મળે છે. ત્યારે શહેરના એક પોલીસ મથકમા ફરજ બજાવતી મહિલા કર્મીને અમદાવાદમા ફરજ બજાવતા પીઆઇ સાથે ઇલુઇલુ થતા તેના ઘરે પહોંચી ગઇ હતી. જોકે, મામલો વધારે ના બગડે તેને લઇને પીઆઇએ પોલીસ બોલાવતા મહિલાને પોલીસ મથકે લાવી મામલાને રફેદફે કરી દેવાયો છે.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના એક પોલીસ મથકમા મહિલા ફરજ બજાવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી પહેલા પીએસઆઇ અને હવે પીઆઇ બનેલા યુવક સાથે આંખ મળી ગઇ હતી. જેને લઇને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પીઆઇ પરણેલો અને બાળકોનો પિતા હોવાનુ યુવતી જાણતી હોવા છતા તેની સાથે પ્રેમ કરી બેઠી હતી. ત્યારે આ મહિલા કર્મીને તેના પ્રેમીને મળવાની ઇચ્છા થઇ જતા પીઆઇના ઘરે દોડી ગઇ હતી.

એકાએક પ્રેમિકાને જોઇને પીઆઇ ડઘાઇ ગયો હતો. જ્યારે મહિલા કર્મી યુવકને વાતો કરવા દબાણ કરતી હતી. તેવા સમયે યુવતીએ કંટ્રોલ ગુમાવતા આખરે પીઆઇને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જેને લઇને સ્થાનિક પોલીસ મથકની પીસીઆર વાન દોડી ગઇ હતી. ત્યારબાદ મહિલા કર્મીએ પોતાનુ પ્રેમપ્રકરણ જાહેર ના થાય તે બાબતને ધ્યાનમા રાખતા બહાનુ બતાવ્યુ હતુ. ત્યારે સ્થાનિક પીસીઆરની ટીમ મહિલા કર્મીને પોલીસ મથકે લાવી હતી.પરતુ બંને પક્ષે પોલીસ કર્મચારી હોવાના કારણે પોલીસ ચોપડે નોંધ કરવામા આવી ન હતી અને મામલાને ત્યાં પોલીસ મથકમા જ દબાવી દેવાયો હતો.

જોકે, આ બાબત સ્થાનિક પોલીસ કર્મચારીઓમા ચર્ચાનો વિષય બનતા પોલીસ કર્મચારીઓ પણ કહી રહ્યા છેકે, જિલ્લા પોલીસમા કોઇ બુંદીયાળ વ્યક્તિ આવી ગયુ છે. જેના કારણે છેલ્લા એક પખવાડિયાથી જિલ્લા પોલીસના કિસ્સા સામે આવી રહ્યા છે અને ખાસ કરીને પ્રેમપ્રકરણ.

અન્ય સમાચારો પણ છે...