તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:રાંધેજા પાસે ટ્રકની ટક્કરે બાઈક પર જતા પિતા-પુત્ર ગંભીર રીતે ઘાયલ

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોતરપુર રહેતા પિતા-પુત્ર માણસાના ધોળાકુવા જતા હતા

ગાંધીનગર તાલુકાના રાંધેજા ખાતે ટ્રકની ટક્કરે બાઈક પર જતા બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અમદાવાદ કોતરપુર ઠાકોર વાસમાં રહેતાં ભરતભાઈ રણછોડભાઈ ઠાકોર અને તેમનો દિકરો નગીન રવિવારે કામ અર્થે માણસાના ધોળાકુવા ગામે જવા માટે બપોરે એક વાગ્યે નીકળ્યા હતા. અઢી વાગ્યે દીકરી પર 108માંથી ફોન આવ્યો હતો અને અકસ્માત અંગે જાણ કરી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ પિતા-પુત્રને ગાંધીનગર સિવિલ બાદ અમદાવાદ ખસેડાયા હતા. અકસ્માતમાં ભરતભાઈના ડાબા પગે ટ્રકનું ટાયર ફરી વળતા પગનું તળીયુ લટકી પડ્યું હતું.

જ્યારે નગીનને હાથે-પગે અને માથામાં ઈજાઓ થતાં તે અર્ધ બેભાન થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ભરતભાઈના પિતરાઈ ભાઈ ડાહ્યાજી આતાજી ઠાકોર અમદાવાદ સિવિલ પહોંચ્યા હતા. જેઓએ અકસ્માત અંગે પૂછતાં ભરતભાઈએ ટ્રક ચાલક ટક્કર મારી હોવાનું તથા અકસ્માત બાદ ચાલક ટ્રક મુકીને ભાગી ગયો હોવાનું કહ્યું હતું. ડાહ્યાજી ઠાકોરે અકસ્માત અંગે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો