’સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન’:ગાંધીનગર જિલ્લામાં પાંચમી જાન્યુઆરીથી મેળો યોજાશે, કિશોરીઓને સુરક્ષિત અને સશક્ત કરવાનો પ્રયાસ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લામાં તા. 5, 6, 9 અને 10 મી જાન્યુઆરીના રોજ ’કિશોરી કુશળ બનો’ હેઠળ બ્લોક કક્ષાએ ’સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન’ મેળાનું આયોજન કરવામાં આવનાર છે. આ મેળાઓ થકી કિશોરીઓની સુરક્ષા અને સશક્તિકરણ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવશે.

કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓના સૂચકમાં દીકરી જન્મને પ્રોત્સાહન, દીકરીઓના શિક્ષણ, પોષણ બાળલગ્ન , સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી આ યોજનાઓના સંકલનમાં ભારત સરકારની થીમ કિશોરી કુશળ બનો હેઠળ સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાએ સશક્ત અને સુપોષિત કિશોરી- અભિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.ગાંધીનગર જિલ્લામાં આ મેળાનું આયોજન ગાંધીનગર જિલ્લા કલેકટર ડી.કે.પ્રવિણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. જેમાં તા. 5મી જાન્યુઆરીના રોજ માણસાના તખતપુરા હોલ, તા. 6 જાન્યુઆરીના રોજ નગરપાલિકા હોલ કલોલ, તા. 9મી જાન્યુઆરીના રોજ દહેગામ, કચ્છ કડવા પાટીદાર હોલ અને તા. 10મી જાન્યુઆરીના રોજ બલરામ ભવન, સેકટર- 12 ગાંધીનગર ખાતે કરવામાં આવશે.

આ મેળા થકી કિશોરીઓના સુરક્ષા અને સશક્તિકરણ કરવાનો પ્રયાસ કરવા, વિવિધ સરકારી યોજના વિશે જાગૃત કરવા, આંગણવાડી નિયમિત આવવા બાબતે ઉત્સાહ અને રસ કેળવાય, કિશોરીઓના વાલીઓને પોષણ, આરોગ્ય, શિક્ષણ, સર્વાંગી વિકાસ, સ્વાવલંબી અને ઘરેલુ હિંસા વિશે માહિતગાર કરવા, સમાજમાં દીકરી અને દીકરા વચ્ચેના ભેદભાવને દુર કરીને દીકરીઓના જન્મદરમાં વધારો, લાભાર્થીઓને સરકારી વિવિધ યોજનાઓનો સમયસર લાભ મળે તે માટે બ્લોક લેવલ પર વિભાગો સાથેનું સંકલન વધારવું, કિશોરીઓમાં કારકિર્દી ધ્યેયો હાંસલ કરવા માટેની સમજ કેળવાય, કિશોરીઓમાં જીવનના વિવિધ પાસાઓની સમજ તથા તેની જાગૃતિ કેળવી શકાય, કિશોરીઓ સ્વસ્થ જીવનની દિશામાં વિશ્વાસપૂર્વક પગલાં પાડી શકે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.

આ મેળાઓમાં જિલ્લાની વિવિઘ કચેરીઓ દ્વારા પોતાના સ્ટોલ ઉભા કરવામાં આવશે. સરકારની વિવિઘ ફલેગશીપ યોજનઓથી પણ સર્વે મુલાકાતીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવશે.આ મેળાના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ કમિટીની રચના કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...