• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A Dupatta, The Hem Of A Sari Or A Handkerchief Will Protect You From The Police, Not From The Corona, Only A Three layer Mask Will Protect You From The Corona

કોરોના મહામારી:દુપટ્ટો, સાડીનો છેડો કે રૂમાલ પોલીસના ડંડાથી બચાવશે, કોરોનાથી નહીં બચાવે ,થ્રી-લેયર માસ્ક જ કોરોનાથી બચાવશે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર સિવિલના 3 ફિઝિશિયને કોરોનાના ચેપથી બચવા ટીપ્સ આપી - Divya Bhaskar
ગાંધીનગર સિવિલના 3 ફિઝિશિયને કોરોનાના ચેપથી બચવા ટીપ્સ આપી

ગાંધીનગર શહેર તથા જિલ્લામાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. લોકો માસ્ક તો પહેરે છે પરંતુ સામાજિક અંતર જાળવવાનું ચૂકી જાય છે. આ બેદરકારી કોરોનાને આમંત્રણ આપનારી છે ત્યારે સિવિલ હૉસ્પિટલના 3 ફિઝિશિયને કોરોનાના ચેપથી બચવા કેટલીક પ્રાથમિક સાવચેતી અને સલાહ આપી છે.

રાજ્યમાં માત્ર ગાંધીનગર સિવિલમાં દર્દીની કરાતી થ્રી-લેયર પદ્ધતિથી ચકાસણી
રાજ્યમાં એક માત્ર ગાંધીનગર સિવિલમાં જ કોરોનાના દર્દીની થ્રી-લેયર પદ્ધતિથી ચકાસણી કરીને સારવાર અપાય છે. દર્દીને પ્રથમ મેડિકલ ઑફિસરે ચેક કરે છે. બીજા તબક્કામાં સિનિયર અને જુનિયર રેસિડન્સ ડૉક્ટર દર્દીને ચકાસે છે. ત્યાર બાદ ત્રીજા તબક્કામાં ફિઝિશિયન ચેક કરીને જરૂરી સારવાર આપે છે. હૉસ્પિટલમાં હાલમાં 104 દર્દી દાખલ છે, તેમાંથી 102 પુપ્ત, 2 બાળદર્દી છે. તેમાંથી ઑક્સિજન ઉપર 46, બાયપેપ ઉપર 12 અને વેન્ટીલેટર ઉપર 2 દર્દીને રાખીને સારવાર આપવામાં આવી રહી છે.

આટલું કરશો, તોય બચી શકાશે
તાવ, શરદી કે ખાંસી ન હોવા છતાં કોઈ વ્યક્તિ અડધો કિલોમીટર કે 5થી 10 મિનિટ ઝડપથી ચાલે અને શ્વાસ ચડે, ગભરામણ થાય તો ઝડપથી કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ.
હોમ આઇસોલેશનના દર્દીઓ તેમજ અન્ય લોકોએ ઑક્સિમીટર મશીનથી ઑક્સિજન લેવલ માપવું જોઈએ. ઑક્સિજન લેવલ 94 ટકાથી નીચું હોય અને બોડીનું ટેમ્પેચર 98થી ઊંચું હોય તો ચેપ હોઈ શકે છે.
દુપટ્ટો, સાડીનો છેડો કે રૂમાલ બાંધવાથી પોલીસના દંડથી બચી શકાય પરંતુ કોરોનાથી નથી. આથી થ્રી લેયરવાળા જ માસ્ક ફરજિયાત પહેરવા જોઈએ.
દાઢીથી નીચેનો ભાગ ખુલ્લો રહે તે રીતે માસ્ક પહેરવાથી શ્વાસ મારફતે જરૂરી ઑક્સિજન મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...