ઈન્સ્યોરન્સ કંપની સાથે છેંતરપિંડી:આયુષ્માન ભારત યોજના અંતર્ગત સુરતની સમર્પણ જનરલ-મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનાં ડોક્ટરે 33 લાખનું કૌભાંડ આચર્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરની ઈન્સ્યોરન્સ કંપનીએ ફરિયાદ નોંધાવી
  • વિડાલ - ઓરીએન્ટ ઇન્સ્યોરન્સ કંપની સાથે કાવતરૂ રચી 69 ડમી ક્લેઈમ બનાવ્યાં હતા
  • ડોક્ટર રસિક વિરાણીએ વિડાલ કંપનીનાં કર્મચારી કુણાલ બોકડે સાથે મળીને સમગ્ર કૌભાંડને અંજામ આપ્યો

આયુષ્માન ભારત યોજના અંતર્ગત સુરતની સમર્પણ જનરલ-મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનાં ડો. રસીક વિરાણીએ ગાંધીનગર સ્થિત વિડાલ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીના ઓપરેટર કુણાલ બોકડે સાથે મળીને વિડાલ તથા ઓરીએન્ટ ઇન્સ્યોરન્સ કંપની સાથે કાવતરૂ રચી કુલ 69 ખોટા બનાવટી ડમી ક્લેઈમો કોમ્પ્યુટરમાં એક્સેલ ફાઈલ બનાવી ઓનલાઇન ટેકનોલોજીનો ઉપયોગ સાચા બતાવીને 33 લાખનું ફુલેકું ફેરવવામાં આવ્યું છે. જેનાં પગલે ઈન્સ્યોરન્સ કંપનીના ગુજરાત હેડની ફરિયાદના આધારે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
કોન્ટ્રાક્ટ વર્ષ 2018 થી 2020 સુધીનો હતો
ગાંધીનગરના ઈન્ફોસિટી સુપર મોલ ખાતે આવેલી વિડાલ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીના ગુજરાત હેડ દિપ અજમેરસિંગ વર્માએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની જગ્યાએ અગાઉ હેડ તરીકે દુનિચંદ્ર ઠાકુર ફરજ બજાવતા હતા. વિડાલ કંપની ઓરિયેન્ટલ ઈન્સ્યોરન્સ કંપની સાથે મળીને ગુજરાત સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના હેઠળ જે લોકો સારવાર કરાવે તેઓનો સારવારનો ખર્ચ આપવાનું કામ ઇન્સ્યોરન્સ કંપની મારફતે કરતી હતી. જેનો કોન્ટ્રાક્ટ વર્ષ 2018 થી 2020 સુધીનો હતો.
કલેઇમની ફાઇલ વિડાલ કંપનીમાં આવતી હતી
આ દરમિયાન સને-2018 થી 2021ના જૂન મહીના સુધી ગુજરાતના નક્કી કરેલા હોસ્પીટલોમાંથી આયુષ્માન ભારત યોજના થકી કોઈપણ વ્યક્તિની સારવાર કરવામા આવે તો જે તે હોસ્પીટલનાં મારફતે સારવાર કરેલ દર્દીની ફાઈલ સરકારના સર્વરમાં ઓનલાઈન મુકે છે અને તે ફાઇલ સરકારના સર્વર થકી વિડાલ કંપનીમાં આવતી હતી. તે ફાઈલ આવ્યા પછી તેનુ પ્રોસેસ કર્યા બાદ બધું બરાબર હોય તો કંપની તે ફાઈલને એપ્રુવ કરીને ઈન્સ્યોરન્સ કંપનીને પૈસા ટ્રાન્સફર કરવા માટે એક્સેલ ફાઈલ મોકલી આપતા હતા. જે એક્સલ ફાઈલ બનાવવાનું કામ જે તે સમયે વીડાલ કંપનીનો કર્મચારી કુણાલ બોકડે કરતો હતો નામનો છોકરો કરતો હતો.
સરકારના સર્વરનો ડેટા ચેક કરતાં આખું કૌભાંડ બહાર આવ્યું
કુલ 69 ક્લેઈમ સરકારના સર્વર ઉપર નહીં હોવાનું બહાર આવ્યું
બાદમાં પૂર્વ હેડ દુનીચંદ ઠાકુરે વર્ષ 2020 સુધીના જેટલાં ક્લેઈમો હોસ્પીટલમાંથી આવેલા તેને ગુજરાત સરકારના સર્વરથી ડાઉનલોડ કરી ક્લેઇમ મંજૂર થયેલ પછી પેમેન્ટની વિગતો ઓરીયલ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી લઈ ચકાસણી કરાઈ હતી. જેમાં સુરતની સમર્પણ જનરલ હોસ્પિટલ - સમર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના કુલ 69 ક્લેઈમ ગુજરાત સરકારના સર્વર ઉપર નહીં હોવાનું બહાર આવ્યું હતું.
ડો. રસિક વિરાણીએ એક્સલ ફાઈલો મેળવી લીધી
જેનું પેમેન્ટ ઓરીયન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી થઈ ચૂક્યું હતું. આથી એક્સેલ ફાઈલ બનાવાનું કામ કરતા કુણાલે આ 69 ક્લેઇમો ઓનલાઇન ટેકનોલોજીથી ઉક્ત હોસ્પિટલને મોકલી આપ્યા હોવાનું ખુલ્યું હતું. જેની પૂછતાંછમાં તેણે કબુલાત કરી હતી કે સમર્પણ હોસ્પિટલનાં ડો. રસિક વિરાણીનાં કહેવાથી એક્સલ ફાઈલો મોકલી આપ્યાનું ઓડિયો રેકોર્ડિંગ પુરાવા રૂપે આપ્યું હતું.
સુરત જિલ્લા કલેકટરનાં અધ્યક્ષ સાથે મિટિંગ યોજાઈ
​​​​​​​
બન્ને ઈન્સ્યોરન્સ કંપની સાથે ડો રસિક વિરાણી અને કુણાલ બોકડેએ ભેગા મળીને ખોટા કલેઇમને સાચા દર્શાવી રૂ. 33 લાખ મેળવી લઈને છેતરપિંડી આચરવામાં આવી હતી. જે અંગે સરકારમાં જાણ કરવા સારું સુરતમાં મિટિંગ કરાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ હાજર હતા. અને સમર્પણ હોસ્પિટલનાં ડો રસિક વિરાણી અને કુણાલ બે દિવસમાં પૈસા પરત ન કરે તો પોલીસ ફરિયાદ દાખલ કરવાની સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...