રજૂઆત:સાતમા પગાર પંચના આનુષંગિક લાભો આપવા પ્રાથમીક શિક્ષણ સંઘ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરાઇ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય રાજયની જેમ સરકારે નવી યોજના બંધ કરીને જુની પેન્શન યોજના પુનઃ કાર્યરત કરવી જોઈએ

રાજય સરકારે વર્ષ 2016થી રાજયના તમામ પ્રાથમીક શિક્ષકોને સાતમા પગાર પંચનો લાભ આપી ગુજરાત પ્રથમ રાજય બન્યું હતું. ત્યારે હવે ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા સાતમા પગાર પંચ સંદર્ભે આનુષંગિક ભથ્થાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

પાંચ વર્ષ થયા છતાં લાભો હજી મળ્યા નથી

રાજ્ય સરકાર સામે ભૂતકાળમાં અનેક રજૂઆતો પછી માંગ નહીં સ્વીકારવામાં આવતા આંદોલન છેડીને સાતમા પગાર પંચની માંગણી કરવામાં આવી હતી. જે અન્વયે વર્ષ 2016થી રાજ્યના તમામ પ્રાથમીક શિક્ષકો ને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો હતો. આ અંગે ગુજરાત રાજય પ્રાથમીક શિક્ષણ સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે સાતમા પગાર પંચનો લાભ વર્ષ 2016થી શિક્ષકોને આપવામાં આવી રહ્યો છે. ત્યારે પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં શિક્ષકોને સાતમા પગાર પંચ અન્વયે આનુષંગિક ભથ્થા જેવાકે ઘરભાડું, મેડિકલ ભથ્થું સહિત નાં અન્ય લાભો હજી મળતા નથી.

નવી પેન્શન યોજના બંધ કરીને જુની પેન્શન યોજના પુનઃ કાર્યરત કરવી

આ ઉપરાંત અન્ય રાજયની જેમ સરકારે નવી પેન્શન યોજના બંધ કરીને જુની પેન્શન યોજના પુનઃ કાર્યરત કરવી જોઈએ. તે સિવાય એચ ટાટ એટલેકે મુખ્ય શિક્ષકો ને હવે શૈક્ષણિક સંવર્ગમાં ગણવામાં આવે છે ત્યારે તેમને વેકેશન 17 લાભ સહિતની રજા હોવા બાબતે પણ સ્પષ્ટતા કરવા માટે સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયમો સમક્ષ માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...