તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:દૈનિક 40 ગાડીની શરતમાં ફેરફાર કરવાની માંગ કરાઈ

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GTUમાં વાહન ભાડાના ટેન્ડરમાં
  • 3 જેટલા ટ્રાવેલ્સ સંચાલકોની CM , રાજ્યપાલ, જીટીયુ લેખિત રજૂઆત

શિક્ષણ બોર્ડ દ્વારા જીટીયુ યુનિવર્સિટીમાં વાહન ભાડાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં એક જ પાર્ટીને ફાયદો કરાવવા માટે ટેન્ડરના નિયમો ઘટાડા હોવાના દાવા સાથે મુખ્યમંત્રી, રાજ્યપાલ, જીટીયુ ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ગાંધીનગર-અમદાવાદના ત્રણથી વધુ ટ્રાવેલ્સ સંચાલકોએ આ અંગે રજૂઆત કરી છે. જેમાં ઝોન-1-2 માટે બહાર પડાયેલા ટેન્ડરની શરતોમાં દૈનિક ધોરણે 40 ગાડી અને 1 કરોડની સોલવંશીની શરત મુકાઈ છે. જે શરત મોટાભાગના ટ્રાવેલ્સ સંચાલકો માટે અશક્ય છે. જેથી ટ્રાવેલ્સ સંચાલકો દૈનિકની જગ્યાએ માસિક 40 ગાડીઓની શરત કરાય તેવી માંગ કરી રહ્યાં છે. જો શરતમાં ફેરફાર કરાય તો વધુમાં વધુ વાહન માલિકો પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...