સામાન્ય સભા:ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં પાર્કિંગ પોલિસી સહિતના મુદ્દે નિર્ણય થશે

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • તૂટેલા રસ્તા, ખાડા, ડહોળા પાણી મુદ્દે વિપક્ષ આજે સભા ગજવે તેવી શક્યતા

ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભા આજે બપોરે મળશે, જેમાં 9 જેટલા મુદ્દા પર નિર્ણય લેવાશે. મનપા વિસ્તારમાં પાર્કિંગ પોલિસીના લઈને 21 એપ્રિલના રોજ સામાન્ય સભા ઠરાવથી વાંધા રજૂઆત-સૂચનો મંગાવાયા હતા. જેની સામાન્ય સભાની આખરી મંજૂરી માટે કમિશનર તરફથી ભલામણને મંજૂરી અંગે નિર્ણય લેવાશે. બીજી તરફ ટીપી-34 (વાવોલ-કોલવડા), ટીપી-35 (વાવોલ-ઉવારસદ)ની હદ અંગે મુખ્ય નગર નિયોજકનો પરામર્શ મેળવવા અંગે નિર્ણય લેવાશે.

બીજી તરફ શહેરી વિકાસ અધિનિયમ હેઠળ ટીપી-38 (રાંધેજા-પેથાપુર)ને સામાન્ય સભામાં મંજૂરી અપાશે. જેમાં ટીપીની જાહેરાત, પ્રસિદ્ધિ, ઓનર્સ મિટિંગ યોજવા, મુસદ્દારૂપ નગર રચના યોજવાની દરખાસ્ત પ્રસિધ્ધ કરવા સહિતની પ્રક્રિયા આગમી સમયે થશે. બીજી તરફ આજની સામાન્ય સભામાં કોર્પોરેશનમાં ડેઝિગ્નેટેડ ઓફિસર ક્લાસ-2 તથા મદદનીશ એન્ટોમોલોજિસ્ટ વર્ગ-3ના ભરતી નિયમોમાં શૈક્ષણિક લાયકાતમાં કરાયેલ ઉમેરો આ ઉપરતાં દબાણ શાખાની 1 લાખની પુરક ગ્રાન્ટ ફાળવવા, ચૂંટણી શાખામાં 1.71 લાખની ગ્રાન્ટ અંગે નિર્ણય લેવાશે. સામાન્ય સભામાં સામેલ કરવા વિપક્ષના નેતા અંકિત બારોટે પોતાની દરખાસ્ત મુકી છે.

જેમાં કોર્પોરેટર્સને મળતી પેરીફેરી ગ્રાન્ટ, શહેરી પછાત વિસ્તાર ગ્રાન્ટ, નવીન સમાવિષ્ટ ગામડાઓની મળવાપાત્ર ગ્રાન્ટ ત્રણ પદાધિકારીઓના સૂચવ્યા મુજબ વાપરવાના નિર્ણય સામે કોંગ્રેસ પોતાનો વિરોધ નોંધાવશે. આ ઉપરાંત શહેરના ખરાબ રસ્તા, ખાડા અને પીવાના પાણીના પ્રશ્નોને લઈને પણ વિપક્ષ સભા ગજવે તેવી શક્યતા છે. વિવિધ પ્રશ્ને વિપક્ષ આક્રમક મૂડમાં હોવાનું જણાય છે.

અન્ય સમાચારો પણ છે...