સાર્વજનિક મહોત્સવ:ગાંધીનગરમાં યોજાયેલા સાર્વજનિક મહોત્સવના પાંચમા દિવસે દેશભક્તિની થીમ પર 'નૃત્ય સ્પર્ધા'નું આયોજન કરાયું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ શાળાના લગભગ 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ગાંધીનગરમાં યોજાયેલા સાર્વજનિક મહોત્સવના પાંચમા દિવસે બાળકોની દેશભક્તિ ની થીમ આધારિત 'નૃત્ય સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષ નિમિત્તે બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસે અને દેશદાઝ જાગે તેમજ વીર શહીદોને શ્રદ્ધાંજલી આપતો આ કાર્યક્રમ કાબિલે તારીફ હતો. આ કાર્યક્રમમાં વિવિધ શાળાના લગભગ 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે આશાબેન અડાલજા, ખુશ્બુબેન દેસાઈ અને નીતિનભાઈ દવેએ ભૂમિકા ભજવી હતી. સર્વ વિદ્યાર્થીઓ દ્વારા એક પછી એક ઉત્કૃષ્ઠ નૃત્યો રજૂ થયા થતા અને એક અનોખું દેશભક્તિ નું વાતાવરણ છવાયું હતું.

આ મહાનુભવો ઉપસ્થિત રહ્યા
સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં દરરોજની જેમ આજે પણ ભગવાન ગણેશની સાયંકાલ પૂજા તથા આરતી ઉતારવા સંમિલિત મહાનુભાવોમાં ગજરાત બ્રહ્મસમાજના પ્રમુખ પીનાકીનભાઈ રાવલ, કનૈયાલાલ પંડ્યા, મસ્ત બ્રહ્મસમાજના પ્રમુ નરેશભાઇ દવે તેમજ યુવા પ્રમુખ નરેન્દ્રભાઈ વ્યાસ અને સમિતિના સભ્યો ઉપરાંત વેપારી મંડળના પ્રમુખ કાલિદાસ પટેલ તેમજ નાયબ માહિતી નિયામક શ્રી હીરેન ભાઈ ભટ્ટ, આમ આદમી પાર્ટીના સંયોજક હસમુખભાઇ પટેલ તથા મુકેશભાઈ પટેલ તેમજ કોર્પોરેટરો, માલધારી અગ્રણી તેજાભાઈ દેસાઈ સામાજીક આગેવાન વાઘાજી ઠાકોર, નરેશભાઇ પરમારસ અજીતભાઈ અને અશ્વિનભાઈ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. ચેતનાબેન બુચ તેમજ ડૉ. વર્ષાબેન પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...