તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:તારા બાપના ઘરેથી કાઇ લાવી નથી કહી માર મારતા પતિ સામે ગુનો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુગડમાં રહેતી પરણિતાએ ફરિયાદ નોંધાવી

સુગડમા આવેલી બાલાજી રેસીડેન્સીમા રહેતી પરણિતાએ દોઢ દાયકાના લગ્ન જીવન બાદ આખરે પરિનો ત્રાસ સહન નહિ થતા ફરિયાદ નોંધાવી છે. તુ તારા બાપાના ઘરેથી કાઇ લાવી નથી કહીને મારામારી કરતા પતિ સામે અડાલજ પોલીસ મથકમા ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

મળતી માહિતી મુજબ સંગીતાબેન મહેશભાઇ પટેલ (રહે, અગોરા બાલાજી રેસીડેન્સી સુગડ)ના લગ્ન વર્ષ 2007મા માલપુર તાલુકાના અંધારીવાડી ગામમા રહેતા મહેશભાઇ સખાભાઇ પટેલ (હાલ, રાજ્ય વેરા અધિકારી કચેરીમાં સેલટેક્ષ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે) સાથે થયા હતા જ્યારે બંનેના બીજીવારના લગ્ન હતા. દોઢ દાયકાથી બંનેનો સંસાર સુ:ખરૂપ ચાલી રહ્યો હતો, જેમા વચ્ચે ક્યાંક બે વાસણ ખખડે તેમ બલાલ થતી રહેતી હતી પરંતુ તેમા સમાધાન થઇ જતુ હતુ.

જ્યારે આજે રવિવારે સવારે સંગીતાબેન દ્વારા પતિ મહેશ પાસે ઘરવખરીનો સામાન લાવવા માટે નાંણા માગવામા આવ્યા હતા. તે સમયે પત્નિ કાંઇ સમજે તે પહેલા પતિએ ઉશ્કેરાઇ જઇને અભદ્ર ભાષાનો વરસાદ વરસાવી નાખ્યો હતો. કહેવા લાગ્યો કે હુ તને રૂપિયા આપવાનો નથી, તુ મારા ઘરમાંથી નિકળી જા. તેમ કહેતા મારામારી કરવા લાગ્યો હતો. મારી પહેલી પત્નિ મરી ગઇ તેમ તુ પણ મરી જા, તેવુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તુ તારા બાપાના ઘરેથી કાંઇ લાવી નથી, પહેલા ત્યાંથી પૈસા લઇ આવ ત્યારબાદ જ સુખેથી રહેવા દઇશ. કહી વારંવાર રૂપિયાની માગણી અને શારીરિક અને માનસિક ત્રાસ આપી મારામારી કરવામા આવતા પરણિતાએ આખરે પતિ સામે અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...