પરિવર્તનવાળું પરિણામ:આદરજ મોટી તેમજ માણસા પાલિકાના વોર્ડ-4માં સત્તાપલટો

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદરજ મોટી ગામમાં કોંગ્રેસ અને વોર્ડ નંબર-4માં ભાજપના ઉમેદવાર વિજેતા : સરઘસ નીકળતાં સ્વાગત

ગાંધીનગર જિલ્લાની આદરજ મોટી અને માણસા પાલિકના વોર્ડ નંબર-4ની પેટા ચુંટણીમાં પરિવર્તનવાળું પરિણામ આવતા વિરોધી પક્ષમાં સોપો પડી ગયો છે. આદરજ મોટી સીટ ઉપર ભાજપ પાસેથી કોંગ્રેસે સીટ આંચકી લીધી છે. જ્યારે માણસા વોર્ડ નંબર-4ની બેઠક ઉપર કોંગ્રેસ પાસેથી ભાજપે સીટ આંચકી લીધી છે.

ગાંધીનગર તાલુકાની આદરજ મોટી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજુજી સદાજી ઠાકોરને 2908 અને કોંગ્રેસના ઉમેદવાર દશરથજી પ્રહલાદજી ઠાકોરને 3857 મત મળ્યા છે. આથી આદરજ મોટી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારે 949 મતે ભાજપના ઉમેદવારને પછડાટ આપી છે. જ્યારે નોટામાં જોકે આદરજ મોટીની બેઠક મૂળ ભાજપની હોવાથી પુનરાવર્તનની અપેક્ષા ભાજપની પૂરી થઇ નહી. પરંતુ કોંગ્રેસની પરિવર્તનની અપેક્ષા પૂર્ણ થઇ છે. જોકે કોંગ્રેસે જિલ્લા પંચાયતના સદસ્યના પરિવારની વ્યક્તિને જ ટિકિટ આપીને વિરોધીના ખેમામાં ગાબડુ પાડવામાં કોંગ્રેસ સફળ થઇ હતી. જ્યારે નોટામાં 139 મત પડ્યા છે.

ભાજપ કમિટેડ અને ગત ઉમેદવારની ક્રેટિડ ઉપર જીત મેળવીશું તેવી આશા ઠગારી નિવડી હતી.માણસા નગરપાલિકાના વોર્ડ નંબર-4ની પેટાચુંટણીમાં કોંગ્રેસ પાસેથી ભાજપ સીટ આંચકી લેવામાં સફળ રહ્યું છે. વોર્ડ નંબર-4ની પેટા ચુંટણીનું આવેલું પરિણામમાં બે રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ રાઓલે કુલ 1650 મત મેળવ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ દશરથસિંહ રાઓલને 970 મત મળ્યા છે. આથી ભાજપના ઉમેદવાર 680 મતથી વિજેતા થયા છે. જ્યારે નોટામાં કુલ 49 મત પડ્યા છે.આમ આ બંને સીટ પર હવે સત્તાનો પલ્ટો થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...