રજૂઆત:કરોડો ખર્ચતા કોર્પોરેશન પાસે સફાઇનાં પૂરતાં સાધનો જ નથી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સફાઈ કામદાર યુનિયને મ્યુ. કમિશનરને રજૂઆત કરી

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સફાઈ કામગીરી કરતાં કાયમી સફાઈ કામદારોને પુરતા સાધનો પણ મળતા ન હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે ગાંધીનગર-અમદાવાદ શહેર સફાઈ કામદાર યુનિયન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે. જેમાં થયેલા દાવા મુજબ કાયમી સફાઈ કામદારોને ઘણા સમયથી સફાઈના સાધનો જેવા કે ઝાડું, સુપડી, પતરાં અને કચરો ફરવા માટેના ડબ્બા તો બીલકુલ નથી. ત્યારે જૂના અને સાવ તૂટેલા સાધનો સાથે કામ કરતાં કાયમી સફાઈ કામદારોએ તાત્કાલિક ધોરણે વસ્તુ આપવા માટે આપવાની માંગ સાથે સફાઈ કામદારોને સલામતીના સાધનો પણ આપવા વિનંતી કરાઈ છે.

એટલે જ નહીં કાયમી સફાઈ કામદારોએ ઘણા સમયથી ગણવેશનું કાપડ, બુટ-ચપ્પલ સહિતના પૈસા કે ઓળખકાર્ડ પણ આપવામાં આવ્યા નથી. સફાઈના સાધાનો સાથે જ સફાઈ કામદારોએ આચરસંહિતાને પગલે અટકી પડેલી રજાઓ મંજૂર કરવા રજૂઆત કરી છે. જેમાં 33 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી કોઈપણ પ્રકારની રજા મંજૂર ન થવાને કારણે કામદારોને આર્થિક નુકસાન થયું છે. જેને પગલે સફાઈ કામદારોની મેડિકલ રજા અને હક્કરજા મંજૂર કરી પુરવણી બીલ મુકી પગાર મળે તેવી માંગણી કરાઈ છે.

ઉલ્લેખનિય છે કે ગાંધીનગર કોર્પોરેશનમાં 2013થી 95 જેટલા સફાઈ કામદારોને કાયમી ધોરણે સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓને શહેરના ચોક્કસ વિસ્તારોમાં સફાઈની કામગીરી સોંપાઈ છે. અન્ય વિસ્તારોમાં એજન્સીના માણસો આઉટસોર્સથી કામગીરી કરતાં હોય છે. ત્યારે આઉટસોર્સ કર્મચારીઓને તો એજન્સીઓ દ્વારા સફાઈ માટેના સાધાનો અપાય છે. જોકે કાયમી સફાઈ કામદારોને સફાઈ માટે પાયાની જરૂરિયાત એવા ઝાડું, સુપડી, પતરાં જેવા સાધાનો માટે પણ રજૂઆત કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...