તપાસ:મહેસૂલ વિભાગના ઉપસચિવના નામે તલાટીની નવી જગ્યા ઊભી કરનારા સામે ફરિયાદ નોંધાઈ

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણી વ્યક્તિએ સોશિયલ મીડિયામાં તલાટીની 4200 જગ્યા ઊભી કરવાનો ઓર્ડર ફરતો કર્યો હતો: આ બાબત સોશિયલ મીડિયા ગ્રુપમાં જોઇન્ટ અધિકારીના ધ્યાન ઉપર આવી હતી

મહેસુલ વિભાગના ઉપસચિવના નામથી મહેસુલી તલાટી વર્ગ 3ની 4200 નવી જગ્યા ઉભી કરવા ખોટો ઠરાવ બનાવી સોશિયલ મીડિયામા ફરતો કરવામા આવ્યો હતો. એક સોશિયલ મીડિયા ગ્રુપમા જોઇન્ટ અધિકારીના ધ્યાન ઉપર આવતા તપાસ કરાયા બાદ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામા આવી હતી. જેને લઇને પોલીસે તપાસ હાથ ધરી હતી. આવો કોઇ અધિકારી આ વિભાગમા નોકરી કરતા જ નથી કે અગાઉ પણ કોઇ નોકરી કરી નથી.

29 વર્ષિય સંદિપ દલપતભાઇ હીરવાણિયા (રહે, હરસિદ્ધનગર, સેક્ટર 24) મહેસુલ વિભાગમા ઇન્ચાર્જ નાયબ સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમની સાથે ફરજ બજાવતા નાયબ સચિવ અમિત ઉપાધ્યાય દ્વારા સોશિયલ મીડીયામા ડી.કે. મેણાતની સહિથી મહેસુલ વિભાગના નામે મહેસુલી તલાટી વર્ગ 3ની નવી 4200 જગ્યા ઉભી કરવા બાબતનો બનાવટી ઠરાવ ફરતો થયો હતો, જે ખરેખર શુ છે તેની તપાસ માટે કહ્યુ હતુ.

આ બાબતે તપાસ કરવાનુ કહેતા થોડી તપાસ કરવામા આવી હતી. જેમા GSSSB ADVT 190 HEAD CLERK ટેલીગ્રામના એક ગૃપમા શેર થયો હતો. ત્રણ પાનાનો ઠરાવ મુકવામા આવ્યો હતો. જેમા ઠરાવ જોતા ઉપર મહેસુલી તલાટી વર્ષ 3ની 4200 નવી જગ્યા ઉભી કરવા બાબતે લખવામા આવ્યુ હતુ. તેની નીચે ગુજરાત સરકાર, મહેસુલ વિભાગ, ઠરાવ ક્રમાંક : મકમ/102021/3569/ન તા.25/08/2021 લખવામા આવ્યુ હતુ.

ત્યારબાદ ઠરાવની શરતો અને ડી.કે.મેણાત ઉપ સચિવ મહેસુલ વિભાગ, ગુજરાત સરકારની સહિવાળો ઠરાવની તપાસ કરતા આ પ્રકારનો ઠરાવ કરવામા આવ્યો જ નથી અને તેને પ્રસિદ્ધ પણ કરવામા આવ્યો નથી. આ કોઇ અજાણ્યા વ્યક્તિએ બનાવટી બનાવ્યો હોવાનુ ફલિત થાય છે.

જ્યારે ઠરાવ ઉપસચિવ ડી.કે. મેણાતના નામની સહિ કરવામા આવી છે. ત્યારે આ પ્રકારનો કોઇ અધિકારી આ વિભાગમા નોકરી કરતા જ નથી કે અગાઉ પણ કોઇ નોકરી કરી નથી. જેને લઇને સરકારના નામનો બનાવટી ઠરાવ બનાવી નોકરીવાચ્છુઓ અને સરકારને ગેરમાર્ગે દોરનાર અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધવામા આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...