તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રાસ:ગાંધીનગરમાં પરણિતાની જાણ બહાર IVF સારવાર કરાવતાં સાસરિયાં સામે ફરિયાદ નોંધાઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લગ્ન 4 વર્ષ બાદ પતિ-પત્નીને સંતાન નહીં થતાં પરણિતાના સાસરિયાં દ્વારા મ્હેણાં ટોણાં મારી ત્રાસ ગુજારતાં હતાં

શહેરના એક સેક્ટરમા રહેતી પરણિતાને સંતાન નહીં થતા તેના સાસરિયાઓ દ્વારા પરણિતાની જાણ બહાર સ્પર્મ ડોનેટ કરાવી દેવાયું હતુ. જ્યારે સંતાન નહીં થતા વારંવાર મેણા ટોણા મારવામા આવતા પરણિતાએ મહિલા પોલીસ મથકમા ફરિયાદ દાખલ કરાવી હતી. જેને લઇને પોલીસે મહિલાની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

સાબરકાંઠામા રહેતી યુવતિના શહેરના એક સેક્ટરમા રહેતા યુવક સાથે 4 વર્ષ પહેલા લગ્ન થયા હતા. સાબરકાંઠા જિલ્લાના એક ગામની યુવતિના લગ્ન શહેરના એક સેક્ટરમાં રહેતા યુવક સાથે થયા હતા. 4 વર્ષ પહેલા થયેલા લગ્નમાં સંસાર સુ:ખ રૂપ ચાલી રહ્યો હતો. 4 વર્ષના સમયગાળા દરમિયાન પતિ-પત્નીને સંતાન ન થતા સાસરિયાઓ મ્હેણાં ટોણાં મારતાં હતા.

પરણિતાને ત્રાસ અપાઈ રહ્યો હતો. મારઝુડ કરાતી હતી. પરણિતા ત્યા સુધી તો સહન કરી રહી હતી. પરંતુ પરણિતાને અંધારામા રાખી તેના સાસરિયાઓએ સ્પર્મ ડોનેટથી આઇવીએફ ટ્રીટમેન્ટ કરાવી નાખી હતી. ત્યારે પરણિતાના પતિમા શુક્રાણુની કમી હોવા છતા પરણિતાને ત્રાસ અપાતો હતો. આ તમામ બાબતની પરણિતાની બહેનને જાણ થઇ હતી. તે પહેલા પરણિતાની સાથે મારઝુડ બાદ મારી નાખવાની ધમકી સુદ્ધા આપી દેવાઈ હતી. ત્યારે પરણિતાને પતિ સહિત સાસુ, સસરા, મામાના દિકરા, મામાના દિકરાની વહુ સહિતના 5 આરોપી સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...