કોરોના સંક્રમણ:સેક્ટર-2ની કૉલેજિયન યુવતી કોરોનામાં સપડાઈ

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીથી 3 દિવસ અગાઉ પરત આવેલી સેક્ટર-2ની યુવતી કોરોનામાં સપડાઇ હતી. સંક્રમિત બહેનના સંપર્કમાં આવેલી કોલેજનો અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતીને પણ તાવ અને શરદીની બીમારીને લીધે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેણે હોમ આઇસોલેશન સારવાર પસંદ કરી છે. જ્યારે જિલ્લાના ચારેય તાલુકામાંથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

ઉપરાંત કોરોનાથી સંક્રમિત એક પણ દર્દી સાજા થયા નહી હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રે જણાવ્યું છે. જિલ્લામાં બીજી અને ત્રીજી લહેરમાં 3 ડિજિટમાં કેસ વધ્યા બાદ અંદાજે મહિનાથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...