આયોજન:મનપાના 288 કોરોના વોરિયરને આજે 22.35 લાખના ચેક વિતરણ કરાશે

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેયરના હસ્તે મનપાના કોરોના વોરિયર્સનું આજે ખાસ સન્માન કરવામાં આવશે

કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન પોતાના જીવને જોખમમાં મૂકીને ગાંધીનગર મહાનગરપાલિકાના કર્મચારી-અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 288 કોરોના વોરિયર્સને 22.35 લાખ પુરસ્કાર ચેક વિતરણ કરવામાં આવશે. જેમાં 5 સ્વર્ગસ્થ કર્મચારીઓના પરિજનોને પણ આ ચેક અર્પણ કરવામાં આવશે.

મહામારી સમયે કોરોના વોરિયર્સ બનીને અદા કરેલી ફરજને ધ્યાનમાં લઈને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તેઓનું સન્માન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત મેયર હિતેષ મકવાણા હસ્તે આજે મહાનગરપાલિકાના કર્મચારીઓને ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

મેયર, ડે. મેયર, ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર્સના હસ્તે કોરોના વોરિયર્સ સમાન કર્મચારીઓને પુરસ્કૃત કરવામાં આવશે.આ રીતે મહાનગર પાલિકા દ્વારા 288 કોરોના વોરિયર્સને સન્માનવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...