મંત્રી માનતા નથી!:સુશાસન સપ્તાહની ઉજવણી, પરંતુ કારકુનોને પ્રમોશન નહીં

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીએ સમયસર પ્રમોશન ન આપતા 88 કારકુનોને જિંદગીભર એક પ્રમોશનનું નુકસાન ગયું
  • 6 મહિનાથી પ્રમોશનની પરીક્ષા પાસ કર્યા પછી ફાઇલ ચાલી પણ મંત્રીના કાર્યાલયમાં ફસાઈ

રાજય સરકાર દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી થઇ ગઇ પણ આ સપ્તાહ દરમિયાન જ સરકારના કર્મચારીઓને જ કુસાશનનો અ્નુભવ થયો હોવાની ઘટના બહાર આવી છે.રાજયના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળની રોજગાર અને તાલીમની કચેરીના 88 જુનિયર કારકુનોને પ્રમોશન માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી હાથ ધરાઇ ગયા પછી પણ તાત્કાલિક અપાનારા પ્રમોશનની ફાઇલ અચાકન શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ રાકી રાખી છે. પરિણામે કર્મચારીઓને લાઇફ ટાઇમ એક પ્રમોશનનું નુકશાન ગયું હોવાની વિગતો બહાર આવી છે.

રોજગાર અને તાલીમની કચેરીના જુનિયર કારકુનોને પ્રમોશન આપવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવાઇ ગયા પછી પ્રમોશનની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ પ્રક્રિયા છેલ્લા 6 મહિનાથી શ્રમ અને રોજગાર વિભાગ કક્ષાએ હાથ ધરાઇ છે. ગુજરાત સરકારના કામકાજના વર્ષ 2018ના નિયમ પ્રમાણે કારકુનોને પ્રમોશન આપવા માટેની સત્તા કચેરીના વડા છે,ફાઇલ મંત્રી સુધી જાય નહીં. આમ છતાં આ ફાઇલ મંત્રી સુધી પહોંચી ગઇ અને મંત્રી બ્રિજેશ મેરજા ફાઇલ તપાસી રહ્યા છે.

દરમિયાનમાં તમામ 88 કર્મચારીઓએ મંત્રીને મળી તેમની પ્રમોશનની ફાઇલ તા. 31 ડિસેમ્બર સુધીમાં મંજૂર કરવાની વિનંતી કરી હતી. કર્મચારીઓએ રજૂઆતમાં કહ્યું હતુ કે, તા. 31મી ડિસેમ્બર સુધીમાં તેમને પ્રમોશન ન મળે તો કર્મચારીઓની નોકરી પર્યત એક ઇન્ક્રીમેન્ટની ખોટ જાય તેમ છે. મંત્રીએ કર્મચારીઓને હૈયાધારણ પણ આપી કે, સમયસર મંજૂરી આપી દેવાશે, કારણ કે, ખાતાકીય પરીક્ષા લેવાઇ ગઇ છે, કોઇ પ્રશ્ન છે નહીં. આવા સંજોગોમાં સીધી સટ ચાલતી ફાઇલ એકાએક રોકવામાં આવે છે અને છેક તા. 31મી ડિસેમ્બર સુધી મંત્રીને રજૂઆત છતા ફાઇલ મંજૂર કરવામાં આવતી નથી. અંતે કર્મચારીઓને જીંદગીભર એક પ્રમોશનનું નુકશાન ગયું છે.

કઇ રીતે એક પ્રમોશનનું નુકસાન ગયું
કારકુનોને પ્રમોશન તા. 31મી ડિસેમ્બર સુધીમાં ઓર્ડર આપવામાં આવે અને તેઓ તાત્કાલિક નવી નોકરીમાં હાજર થાય એટલે જુલાઇ-2022 સુધીમાં પ્રથમ પ્રમોશન મળી જાય. જાન્યુઆરીમાં પ્રમોશનના ઓર્ડર થાય તો જુલાઇ-2022માં મળનારું પ્રમોશન સમય વિતી જતા જુલાઇ-2023માં મળે એટલે એક ઇન્ક્રિમેન્ટ ઓછુ મળે.

અન્ય સમાચારો પણ છે...