તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ ઇન એક્શન:ગાંધીનગરમાં કામ વિના જાહેરમાં માસ્ક વિના ફરતા ઈસમો વિરુદ્ધ એપેડેમીક એકટ હેઠળ ગુનો નોંધાશે, એકની ધરપકડ કરાઇ

ગાંધીનગર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માસ્ક વિના વ્યાજબી કારણ વિના ફરતાં રિક્ષા ચાલક વિરુદ્ધ સેકટર 21 પોલીસે ગુનો દાખલ કર્યો

ગાંધીનગરમાં કોરોના પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. ત્યારે લોકોમાં વધુ ચેપ ના ફેલાય અને કોરોના વાયરસની અસરોને પહોંચી વળવા જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા અન્વયે ગાંધીનગર જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અને જાહેર સ્થળો ઉપર બિનજરૂરી વ્યાજબી કારણ વિના ફરતા ઈસમો વિરુદ્ધ એપેડેમીક ડિસિઝ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેના પગલે આજે સેક્ટર 30 સર્કલ પાસેથી જાહેરનામાનો ભંગ માસ્ક પહેર્યા વિના ફરવા નીકળેલા રિક્ષાચાલકને ઝડપી લઇ સેક્ટર 21 પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

માસ્ક વિના વ્યાજબી કારણ વિના ફરતાં ઇસમો સામે કડક કાર્યવાહી
માસ્ક વિના વ્યાજબી કારણ વિના ફરતાં ઇસમો સામે કડક કાર્યવાહી

હાલમાં કોરોનાવાયરસના કેસોમાં થયેલા વધારાને રોકવા અને સંક્રમણ ઉપર કાબુ લેવા માટે રાજ્ય સરકાર દોડતી થઇ ગઇ છે. લોકોમાં વધુને વધુ ચેપ ના ફેલાઈ અને કોરોના વાયરસની અસરોને પહોંચી વળવા તથા રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે હાથ ધરી શકાય તે માટે ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે જાહેર સ્થળોએ માસ્કમાં મોઢું અને નાક ઢંકાય તે રીતે રૂમાલ બાંધવાનાં નિયમ અમલી કરાયા છે. તેમ છતાં ગાંધીનગરમાં ઘણાખરા લોકો જાહેરમાં માસ્ક પહેર્યા વિના બિનજરૂરી રખડતા હોય આવા ઇસમોને શોધી કાઢવા માટે રાજ્ય પોલીસ વડા દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવેલી છે.

જેના પગલે આજરોજ સેક્ટર 30 સર્કલ પાસે સેક્ટર 21 પોલીસનો સ્ટાફ સઘન વાહન ચેકીંગ કરી રહ્યો હતો. ત્યારે એક રિક્ષા ચાલક પોતાની સીએનજી રીક્ષા નંબર GJ18F2556 લઈને ચિલોડાથી ગાંધીનગર તરફ આવી રહ્યો હતો. જે રીક્ષાને ઉભી રાખતા તેના ડ્રાઇવર જશુ રાવળ (રહે મોટાચીલોડા, પટેલવાસ) મોઢા ઉપર માસ્ક કે રૂમાલ પહેર્યા વિના જોવા મળ્યો હતો.

પોલીસે ગાંધીનગર તરફ આવવાનું કારણ જણાવતા જશુ રાવળ સંતોષજનક જવાબ આપી શક્યો ન હતો. રિક્ષામાં પેસેન્જર પણ હતા નહીં. જેથી સેક્ટર-21 પોલીસે રાજ્ય પોલીસ વડાના ત્રીજી એપ્રિલના રોજ કરવામાં આવેલા પરિપત્ર અન્વયે બિનજરૂરી વ્યાજબી કારણ વગર બહાર નીકળેલ તથા જાહેરમાં મોઢા ઉપર માસ્ક કે રૂમાલ બાંધ્યા વિના નીકળેલા જસુ રાવળની ધરપકડ કરી એપેડેમીક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો