અકસ્માત:ભાઇજીપુરા પાસે પૂરપાટ ઝડપે દોડતી કાર પલટી ગઇ

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી

શહેરના ખુલ્લા હાઇવે ઉપર વાહન ચાલકો બેફાર્મ બની વાહનો હંકારી રહ્યા છે. ક્યારેક જાતે તેનો ભોગ બને છે, તો ક્યારેક તેમના કારણે નિર્દોશ નાગરિકો ભોગ બને છે. ત્યારે આજે શુક્રવારે બપોરના સમયે ભાઇજીપુરા પાટિયા પાસે એક પુરપાટ ઝડપે દોડી રહેલી કાર ગોથુ ખાઇ ગઇ હતી.

કાર ચાલકે એકાએક બ્રેક મારતા કારનુ સંતુલન બગડી ગયું હતંુ અને પરિણામે પલટી મારી ગઇ હતી. સદનસિબે અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. પરંતુ ટ્રાફિકના સમયે આ પ્રકારનો અકસ્માત બન્યો હોત તો ચોક્કસ જાનહાની થઇ હોત. ત્યારે વાહન ચાલકો ગતિને ધ્યાનમા રાખી વાહન હંકારે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...