તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A Bootlegger Involved In 22 Offenses Started Consuming Liquor Within The Precincts Of Sector 7 Police Station, 102 Bottles Seized From The Cabin Of Satyanarayana Tea Stall.

નવો કીમિયો:સેકટર 7 પોલીસ મથકની હદમાં 22 ગુનામાં સંડોવાયેલા બુટલેગરે દારૂનો વેપલો શરૂ કર્યો, સત્યનારાયણ ટી સ્ટોલની કેબીનમાંથી 102 નંગ બોટલો ઝડપાઈ

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે રેડ કરી બે ખેપીયાને ઝડપી રૂ. 1.37 લાખની મત્તા જપ્ત કરી

ગાંધીનગરના વિવિધ પોલીસ મથકની હદમાં દારૂ અને શરીર સંબંધી 22 ગુના આચરનાર લિસ્ટેડ બુટલેગર દ્વારા સેકટર 7 પોલીસની હદમાં સેકટર 12 માં સત્યનારાયણ ટી સ્ટોલના કેબીનમાં વિદેશી દારૃ સંતાડીને દારૂનો વેપલો ઘણા સમયથી શરૂ કરવામા આવ્યો હોવાની બાતમીના પગલે લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા રેડ કરીને બે ખેપીયાને વાહનો સાથે ઝડપી લઈ કેબીનમાં સંતાડેલો 102 નંગ દારૃની બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરના કોલવડા ચામુંડા નગરમાં રહેતા નરેશ રઈજી રાવળ વિરુદ્ધ સેકટર 7, ઈન્ફોસિટી તેમજ પેથાપુર પોલીસ મથકમાં છેલ્લા આઠ વર્ષ દરમિયાન દારૂ તેમજ શરીર સંબંધી 22 ગુના દાખલ કરવામા આવ્યા છે. તેમ છતાં નરેશ રાવળ દ્વારા દારૂની ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલુ જ રાખવામાં આવી હતી. ત્યારે તેના ગુનાહિત ઈતિહાસ ને ધ્યાને લઈ લોકલ ક્રાઇમ બ્રાંચ ધ્વારા નરેશ રાવળને લિસ્ટેડ બુટલેગરની શ્રેણીમાં મૂકી દેવામાં આવ્યો છે.

જિલ્લાના લિસ્ટેડ બુટલેગરોની વર્તમાન પ્રવૃતિઓ વિશે પણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છાશવારે તપાસ કરવામા આવતી હોય છે. જેનાં પગલે કોલવડાનાં લિસ્ટેડ બુટલેગર નરેશ રાવળની પ્રવૃતિઓ અંગે ગુપ્તરાહે તપાસ કરવામા આવતા બાતમી મળી હતી કે નરેશે સેકટર 12 આંબેડકરના ભવનની પાછળ આવેલ સત્યનારાયણ ટી સ્ટોલના બંધ કેબીનમાં દારૂ સંતાડીને તેનું વેચાણ શરૂ કરી દેવાયું છે.

આથી લોકલ ક્રાઇમ બ્રાંચનાં ઇન્સ્પેકટર જે જી વાઘેલાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ઉક્ત સ્થળેથી ધોળાકુવાનાં હીરારામ તેજાજી મેઘવાલ અને મહેન્દ્ર ડુંગરાજી મેઘવાલ દારૂની પેટી એક્ટિવા પર લઈ જતા પકડી લીધા હતા. જેમની પૂછતાંછ કરતાં આ દારૂની બે પેટી રીઢા બુટલેગર નરેશના કહેવાથી કોલવડાના જયદીપસિંહ ઉર્ફે કાલી બાપુને આપવા જતા હોવાની કબૂલાત કરી હતી.

બાદમાં પોલીસે ટી સ્ટોલ ના કેબીનની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની 102 બોટલો તેમજ નજીક માંથી એક બાઈક પણ મળી આવ્યું હતું. જે અન્વયે પોલીસે બે ખેપીયાની ધરપકડ કરી લઈ દારૂની બોટલો, બે વાહન સહિત કુલ રૂ. 1 લાખ 37 હજાર 280 નો મુદ્દામાલ જપ્ત કરી સેકટર 7 પોલીસ મથકમાં ચારેય ઈસમો સામે ગુનો દાખલ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...