તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:શેરથા પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ગાંધીનગર તાલુકાના શેરથા પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત થયું છે. મૂળ રાજસ્થાનના ઝુંઝનુના પોંખ ગામના અને કલોલ શ્રી એપાર્ટમેન્ટમાં રહેતાં મનોરસિંહ સરદારસિંહ રાજપૂત(55 વર્ષ) કોબા પાસે ફાર્મ હાઉસમાં છેલ્લા અઢી વર્ષથી સિક્યોરિટી તરીકે નોકરી કરતાં હતા. સોમવારે સાંજે તેઓ નોકરી પરથી ઘરે જતા હતા. ત્યારે શેરથા ગામના ગરનાળા પાસે હાઈવે પર અજાણ્યા વાહનને બાઈકને ટક્કર મારી હતી.

ઘટના અંગે જાણ કરતાં તેમના મોટાભાઈ કૈલાશસિંહ રાજપૂત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં રોડ પર બાઈક અને નાનાભાઈ મનોરસિંહ પડ્યા હતા. જેઓને તાત્કાાલિક 108 મારફતે અડાલજ સીએસસી ખાતે લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અજાણ્યા વાહનની ટક્કરે મનોરસિંહનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો