કોરોના:24 દિવસ પછી કોરોનાની સારવારમાં 92 વર્ષના દર્દીનું મોત

ગાંધીનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે મનપા વિસ્તારમાં કોરોનાના 20, 4 તાલુકામાં 12 સંક્રમિત, 85 દર્દીઓએ કોરાનાને હરાવ્યો

છેલ્લા 24 દિવસ પછી કોરોનાની સારવાર દરમિયાન 92 વર્ષના દર્દીનું મોત નિપજ્યું છે. દર્દીને ગત તારીખ 31મી, જુલાઇના રોજ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાયપરટેન્શન, ડાયાબિટીસ અને હાર્ટની બિમારી હતી. જોકે કોરોનાની ચોથી લહેરમાં બીજું મોત થયું છે. શુક્રવારે જિલ્લામાં 32 વ્યક્તિઓ સંક્રમિતની સામે 85 દર્દીઓ સાજા થયા છે.

કોરોનાની ચોથી લહેરમાં કોરોનાની સારવાર દરમિયાન બીજા દર્દીનું મોતનો બનાવ બન્યો છે. ગત તારીખ 12મી, જુલાઇના રોજ કોરોનાના દર્દીનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારબાદ 24 દિવસ પછી કોરોનાના દર્દીના મોતની ઘટના બની છે. જોકે ચોથી લહેરમાં કોરોનાનું સંક્રમણ ત્રીજી અને બીજી લહેર જેટલું ગંભીર અને જોખમી નહી હોવાથી આરોગ્ય તંત્રને એકંદરે રાહત અનુભવી રહ્યું છે. મનપાના આરોગ્ય તંત્રના સૂત્રોએ જણાવ્યું છે કે સેક્ટર-29માં રહેતા 92 વર્ષીય વૃદ્ધનો ગત તારીખ 31મી, જુલાઇ-2022ના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું છે.

ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાંથી નવા 20 કેસ નોંધાયા છે. તેમાં સેક્ટર-4ની 16 વર્ષીય વિદ્યાર્થીની, સેક્ટર-7ની 54 વર્ષીય મહિલા, સેક્ટર-9ની 53 વર્ષીય મહિલા, સેક્ટર-25ની 26 વર્ષીય યુવતી, સેક્ટર-26ના 50 વર્ષીય આધેડ, આઇઆઇટીના 19 વર્ષીય વિદ્યાર્થી, 22 વર્ષીય, 23 વર્ષીય બે વિદ્યાર્થીનીઓ, 32 વર્ષીય મહિલા, ઇન્ફોસીટીનો 19 વર્ષીય વિદ્યાર્થી, કુડાસણમાંથી 38 વર્ષીય મહિલા, 54 વર્ષીય આધેડ, રાંદેસણમાંથી 83 વર્ષીય વૃદ્ધ, 73 વર્ષીય મહિલા, રાયસણમાંથી 35 વર્ષીય મહિલા, 11 વર્ષીય વિદ્યાર્થી, સરગાસણમાંથી 10 વર્ષીય વિદ્યાર્થીની, 65 વર્ષીય મહિલા, 49 વર્ષીય, 40 વર્ષીય યુવાનો સંક્રમિત થયા છે. જિલ્લાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ દહેગામ તાલુકાના જીવરાજના મુવાડાનો 42 વર્ષીય યુવાન, ઓગજીના મુવાડાના 50 વર્ષીય આધેડ સંક્રમિત થયા છે.

કલોલ તાલુકાના નગરપાલિકા વિસ્તારમાંથી 81 વર્ષીય મહિલા, રાંચરડામાંથી 14 વર્ષીય વિદ્યાર્થી, 42 વર્ષીય યુવાન, 67 વર્ષીય મહિલા, ધમાસણાના 58 વર્ષીય આધેડ કોરોનામાં સપડાયા છે. માણસા તાલુકાના પરબતુપુરાના 51 વર્ષીય આધેડ, 55 વર્ષીય આધેડ, રાજપુરાનો 45 વર્ષીય યુવાન, અમરાપુરની 75 વર્ષીય મહિલા કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની ચોથી લહેરમાં કોરોનાના કેસમાં વધારો થવા સાથે હવે ધીમેધીમે ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે 24 દિવસ બાદ 92 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...