315.305 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ:સેક્ટર-21માં 20 કરોડના ખર્ચે 5 માળની લાઈબ્રેરી બનાવાશે, સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ હશે

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 940 કરોડના પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા વધુ 315.305 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ

કેન્દ્ર સરકાર દ્વારા "સ્માર્ટ સિટી મિશન’ અંતર્ગત રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, દાહોદ એમ છ શહેરની પસંદગી કરવામાં આવેલી છે. જેમાં ગાંધીનગર શહેર માટે વધુ 315 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. વધુ ગ્રાન્ટ ફળવાતા મેયર હિતેશ મકવાણાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા જૂન-2015માં સ્માર્ટ સિટી મિશનની શરૂઆત કરી હતી.

જે બાદ જૂન-2017માં ગાંધીનગર શહેરનો પણ સ્માર્ટસિટી પ્રોજેક્ટ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરને ''સ્માર્ટ સિટી'' બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 50 ટકા ફંડ શેરિંગ આપવામાં આવે છે. ગાંધીનગર શહેરમાં અત્યાર સુધી સ્માર્ટસિટી પ્રોજેક્ટ હેઠળ 419 કરોડના 17 જેટલા કામો પુરા કરવામાં આવ્યા છે.

જ્યારે 24 કલાક પાણી તથા નવી ગટર લાઈન સહિત 519 કરોડના 9 કામો પ્રગતિ હેઠળ છે. ગાંધીનગરને ''સ્માર્ટ સિટી'' બનાવવા માટે કુલ 1408 કરોડના પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવેલા છે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે 1191 કરોડ અને આઇસીટીના 217 કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

સ્માર્ટસિટી હેઠળ સેક્ટર-21 ખાતે જિલ્લા પુસ્તકાલયની કાયાપલટ કરીને રૂપિયા 20 કરોડના ખર્ચે નોલેજ સેન્ટર ઉભું કરાશે. પાંચમાળના નોલેજ સેન્ટરમાં તમામ માહિતી આંગળીને ટેરવે મળી શકે તે પ્રકારની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે. કોમ્પ્યુટરાઇઝ પુસ્તકોની આપ-લે કરવાની સાથે સાથે નોલેજ સેન્ટરમાં અન્ય વાંચનની પ્રવૃત્તિ થઇ શકે તે માટે તમામ પ્રકારના પુસ્તકોની લાયબ્રેરી પણ ઉભી કરાશે.

ચાલી રહેલાં કામો
- શહેરમાં 24 કલાક પાણીની લાઈન : 129 કરોડ
- શહેરમાં નવી ગટર લાઈન: 200 કરોડ
- રોડ નં-6, 7 અને ગ માર્ગને સ્માર્ટ રોડ : 60.12 કરોડ
- રિસાયકલ વોટર નેટવર્ક : 60 કરોડ
- સેક્ટર 1થી 30માં સેક્ટર એપ્રોચ રોડનું ફોર લેનિંગ : 30.48 કરોડ
- સેક્ટર 21 ખાતે શોપિંગ એરિયામાં સરફેસ પાર્કિંગ : 10 કરોડ

સ્માર્ટસિટી હેઠળ પૂરા થયેલા કામો
- ઘ 4 અને ગ4 અંડરપાસ: 74 કરોડ - સેક્ટર 22 અને સેક્ટર-20માં ઓપન એર થિયેટર : 6.08 કરોડ - સેક્ટર-8, 11,19, 4,22 ખાતે ગાર્ડન : 11.02 કરોડ - 7 સામૂહિક શૌચાલય : 6.13 કરોડ { 23 આંગણવાડીનું અપગ્રેડેશન: 1.76 કરોડ - 54 શૌચાલય, ઓફીસ બિલ્ડિંગ, મુક્તિધામ પર સૌર પેનલ: 3.95 કરોડ - સેક્ટરોમાં 85 કિ.મી.ની સ્ટોર્મ વોટર લાઈન : 52.52 કરોડ - 6 આંગણવાડી બનાવાઈ : 1.17 કરોડ - 8 આંગણવાડીઓનું અપગ્રેડેશન : 53 લાખ - સ્માર્ટ પોલ્સ, કિઓસ્ક, અને સાઈબોર્ડ્સ વગેર : 1.6 કરોડ - પ્રોપર્ટી ટેક્સ સરવે અને બેઝ મેપ બનાવવા એપ્લિકેશન અપડેટ અને અમલીકરણ: 5.19 કરોડ - વેરિયેબલ મેસેજિંગ સિસ્ટમ (VMD) માટે : 6.49 કરોડ -બેટરી સંચાલિત વાહનો માટે : 30 કરોડ - સ્માર્ટ સિટી હેઠળ સેક્ટર-21/22, અને સેક્ટર-22/23 ખાતે અંડરપાસ બનાવવાની કામગીરી થશે. જે માટે દોઢેક વર્ષ પહેલાં ટેન્ડર સહિતની પ્રક્રિયા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...