સારવાર:27 વર્ષીય યુવતીએ 18 વર્ષના પ્રેમી માટે વખ ઘોળી લેતાં હોસ્પિટલમાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • કડી પાસેના એક જ ગામમાં રહેતા યુવક યુવતી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો
  • હોસ્પિટલમાં સારવાર લેતી યુવતી નાકમાં લગાવેલી નળીઓ કાઢી નાખી ‘મને મરી જવા દો’નું સતત રટણ રટી રહી છે

પપ્રેમ આંધળો હોય છે, તે વાક્યને કડી તાલુકાના એક ગામમા રહેતી યુવતીએ સાબિત કરી આપ્યુ છે. એક જ ગામમા રહેતી 27 વર્ષિય યુવતીને પોતાના મહોલ્લામા રહેતા 18 વર્ષિય યુવક સાથે પ્રેમ થયો હતો જેને લઇને યુવતીના પરિવારજનોએ તેની સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. બીજી તરફ યુવકના પરિવારજનોએ યુવતીને સ્વીકારવાની ના પાડતા આખરે યુવતીને વખ ઘોળવાનો વારો આવ્યો હતો. આ યુવતિ હાલમા ગાંધીનગર સિવિલમા સારવાર મેળવી રહી છે. તેને યુવક વિરુદ્ધ સેક્ટર 7 પોલીસ મથકમા અરજી કરી છે.

સામાન્ય રીતે યુવક અને યુવતીના પ્રેમમા યુવક મોટો અને યુવતી નાની ઉંમરની હોય છે તેવુ જોયુ છે. પરંતુ કડીના એક ગામમા અને મહોલ્લામા રહેતી યુવતીએ તેનાથી 10 વર્ષ નાના યુવક સાથે પ્રેમ કરી બેઠી હતી. એક સરખો અભ્યાસ કરેલી 27 વર્ષિય યુવતીએ તેના ગામના જ 18 વર્ષના યુવક સાથે પ્રેમ કર્યો હતો. એક સાથે જીવવા-મરવાના કોલ આપી દીધા હતા. પરંતુ યુવકની ઉંમર ઓછી હોવાના કારણે લગ્ન કરી શક્યા નથી. જ્યારે છોકરાના પરિવારજનોને આ બાબતની જાણ થતા તેમને યુવતીને સ્વીકારવાની ના પાડી દીધી હતી.

બીજી તરફ યુવતીના પ્રેમી યુવકે પણ પરિવાર સાથે છેડો ફાડી નાખ્યો હતો અને તે યુવતી સાથે કડી પાસે આવેલા એક ગામમાં 4 મહિના સુધી ભાડે મકાન રાખીને રહેતા હતા. જ્યા યુવતી કટલરીનો ધંધો કરતી હતી. પરંતુ તાજેતરમા યુવકના પરિવારજનોએ યુવતી સાથે માથાકૂટ કરી હતી. જેમા યુવતીને ઢોરમાર મારવામા આવ્યો હતો.

જ્યારે યુવક તેની ઉંમર ઓછી હોવાના કારણે લગ્ન કરી શકતો નથી. તે ઉપરાંત યુવતી તેના પરિવારજનોની વિરુદ્ધ જઇને યુવક સાથે રહેતી હોઈ તેને સ્વીકારવાની ના પાડી રહ્યા છે. જેને લઇને યુવતીએ વખ ઘોળ્યુ હતુ. ત્યારે આ યુવતીને તેના નજીકના લોકો સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં લાવતા હાલમા સારવાર હેઠળ છે. યુવતી હોસ્પિટલમાં પણ નાકમા લગાવેલી નળીઓ કાઢી નાખીને મને મરી જવા દોનુ રટણ રટી રહી છે.

અન્ય સમાચારો પણ છે...