તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:અડાલજમાં 1 મિનિટમાં 2 માસના બાળકનું અપહરણ કરાયું હતું

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે હાઇવે પર આવતા તમામ કોમર્શિયલ બિલ્ડિંગના CCTV ચેક કરી તપાસ હાથ ધરી

જન્મના એક દિવસ બાદ અપહરણ થયેલુ કમનશીબ બાળક 2 મહિના બાદ બીજી વાર પણ અપહરણનો ભોગ બન્યુ છે. પરંતુ 2 દિવસ પહેલા માત્ર એક જ મીનીટમાં થયેલા અપહરણથી પોલીસ માટે કેસ પેચીદો બનવા પામ્યો છે. અડાલજ પોલીસ મથકના પીઆઇ જે.એચ.સિંધવની ટીમ 24 કલાકથી પરસેવો પાડી રહી છે. હાઇવે પર આવતા તમામ કોમર્શિયલ બિલ્ડીંગના સીસીટીવી ચેક કરાયા છે, પરંતુ હજુ સુધી કડી હાથ લાગી નથી. અડાલજ પોલીસ સ્ટેશનની બંને તરફ ઓવરબ્રિજ બની રહ્યા છે. એક તરફ ખોરજ ખોડિયાર અને બીજી તરફ સરગાસણનો બ્રિજ તૈયાર થઇ રહ્યો છે.

તેના કારણે હાલમા સીસીટીવી કેમેરા બંધ હાલતમા જોવા મળી રહ્યા છે. પરિણામે પોલીસને ખાનગી હેતુઓ દ્વારા લગાવેલા સીસીટીવી કેમેરા જોવાની ફરજ પડી રહી છે.અડાલજ ત્રિમંદિર સામેના છાપરામા રહેતા 22 વર્ષીય રાકેશ મીઠુનાથ ભુરાનાથ જોગી (મૂળ રહે, કામલી ઘાટ, તા.દેવગઢ, જિ. રાજસમંદ રાજસ્થાન)ના 2 માસના બાળક દિપકનું અપહરણ થવાનો બનાવ સામે આવ્યો છે. બાળકની મમ્મી ગાયત્રી તથા અપહરણ થનાર બાળક દિપકની ફોઇ તારા શનિવારે બપોરના સમયે પેંડલ રિક્ષા લઇને અડાલજથી ઝુંડાલ તરફ જતા રોડ ઉપર આવેલા શાંતિવન બંગલો પાસે દિપકનુ અપહરણ થયુ હતું.

અન્ય સમાચારો પણ છે...