આયોજન:સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે 151 કિલોની કેક કાપવામાં આવશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે હનુમાન જયંતિએ તેલના 1111 ડબાનો અભિષેક કરી ઉજવણી થશે
  • સવારે​​​​​​​ 9 કલાકે બેન્ડવાજા સાથે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવશે સવારે 11:45 કલાકે દાદાને ભાવિકોની હાજરીમાં ધજા ચડાવવામાં આવશે

જિલ્લાના ડભોડામા આવેલા સ્વયંભુ ડભોડીયા હનુમાનજી મંદિરે ધામધૂમથી શનિવારે હનુમાન જયંતિની ઉજવણી કરવામા આવશે. મંદિર ખાતે દિવસભર ધાર્મિક કાર્યક્રમો કરવામા આવશે. ત્યારે શનિવારે બપોરે 12 કલાકે હનુમાનજીના જન્મ દિવસ નિમિત્તે 151 કીલોની કેક કાપી ઉજવણી કરાશે. જ્યારે દાદા ઉપર 1111 ડબા તેલનો અભિષેક કરવામા આવશે.

કળિયુગના દેવ તરીકે ઓળખાતા હનુમાનજી મહારાજની શનિવારે જન્મ જયંતિ ધામધૂમથી મનાવાશે. તાલુકામા આવેલા ડભોડા સ્થિત સ્વયંભુ ડભોડીયા હનુમાનજી મંદિરે ધામધૂમ પૂર્વક ઉજવણી કરાશે. જેમા વહેલી સવારે 5 કલાકે હનુમાનજી મહારાજનો મારૂતિ યજ્ઞ યોજવામા આવશે. જ્યારે સવારે 8 કલાકે દાદા ઉપર 1111 તેલના ડબાનો અભિષેક કરાશે. જ્યારે 9 કલાકે બેન્ડવાજા સાથે ગામમા શોભાયાત્રા કાઢવામા આવશે. સવારે 11:45 કલાકે દાદાને ધજા ચડાવવામા આવશે. બપોરે 12 કલાકે મહાઆરતી બાદ 151 કીલોની કેક કાપી ઉજવણી કરવામા આવશે. તે ઉપરાંત દર્શનાર્થે આવતા ભક્તો માટે સવારે 10થી બપોરના 3 કલાક દરમિયાન પ્રસાદ આપવામા આવશે.

અત્રે ઉલ્લેખનિય છેકે, ડભોડામા આવેલા દાદાના દર્શનાર્થે દર શનિવારે હજ્જારોની સંખ્યામા ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. જ્યારે કળિયુગના દેવ તરીકે ઓળખાય છે. એક વાયકા મુજબ પાટણના રાજા ડભોડાના ગાઢ જંગલમાં આવીને છૂપાઈ ગયા હતા. જે આજે દેવગઢ જંગલના નામે ઓળખાય છે. ગોવાળો ગાયો ચરાવવા માટે આ જંગલની અંદર આવતા હતા. જ્યાં એક ટીલડી નામની ગાય ચોક્કસ જગ્યાએ પોતાના દૂધનો અભિષેક કરતી હતી. આ વાત રાજાને કરવામાં આવી. રાજાએ આ જગ્યાએ ખોદકામ કરાવ્યું તો ત્યાંથી સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ નીકળી હતી. ત્યારથી ડભોડા ગામ અસ્તિત્વમા આવ્યુ હોવાનુ મનાઈ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...