સગીર ગુમ:ગાંધીનગરમાં રહેતા નિવૃત પીઆઈનો 15 વર્ષીય ભત્રીજો 15મી વખત ગુમ થતા ફરિયાદ નોંધાઈ

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગીર અસ્થિર મગજનો હોવાથી અગાઉ 14 વખત ગુમ થયા બાદ જાતે જ ઘરે પરત ફર્યો હતો
  • ગુમ સગીરના માતા-પિતા પણ અસ્થિર મગજના હોવાનું સામે આવ્યું

ગાંધીનગરમાં રહેતા નિવૃત પીઆઈનો અસ્થિર મગજનો 15 વર્ષીય ભત્રીજો એક સપ્તાહથી ગુમ થયો છે. ત્યારે ગુમ થનારા સગીરનાં માતા-પિતા પણ અસ્થિર મગજના હોવાનું સામે આવ્યું છે. તેમજ અત્યાર સુધીમાં આ સગીર 14 વખત આ રીતે ઘરેથી નીકળી ગયા પછી જાતે જ પરત આવી જતો હતો. જોકે, આ વખતે 15મી વખત ગુમ થયા પછી આજદિન સુધી પરત ન ફરતા નિવૃત પીઆઈએ સેકટર -7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ગાંધીનગરના સેક્ટર - 5/સી પ્લોટ નંબર - 889/2 માં રહેતા કેશવલાલ મગનલાલ પરમાર વર્ષ 2006 માં પીઆઈ તરીકે વય નિવૃત થયા છે. જેમને 5 સંતાનો પૈકી ચાર દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે પુત્ર તેના પરિવાર સાથે અલગ રહે છે. નિવૃત પીઆઈ પરમારનાં વતન વેડા ખાતે રહેતા તેમના નાના ભાઈ પ્રહલાદભાઈ તેમજ તેમની પત્ની હંસાબેન અને ભત્રીજો દર્શન અસ્થિર મગજના હોવાનું સામે આવ્યું છે.

જેનાં પરિણામે નિવૃત પીઆઈ ત્રણેયને છેલ્લા આઠ વર્ષથી પોતાની સાથે રાખે છે. ગત તા. 29 મી સપ્ટેમ્બરના રોજ સવારના સમયે દર્શન ઘરેથી ક્યાંક નીકળી ગયો હતો. જેની આસપાસના વિસ્તારોમાં તપાસ કરવા છતાં તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો.

આ રીતે 14 વખત ઘર ત્યજી દેનારા દર્શન બે - ત્રણ દિવસમાં આપમેળે ઘરે પરત આવી જતો હતો. જેથી 15 મી વખતે પણ તે પરત આવી જશે એવું નિવૃત પીઆઈ પરમારને એમ હતું. પરંતુ આજદિન સુધી ભત્રીજો ઘરે પરત ન ફરતા આખરે તેમની ફરિયાદના આધારે સેકટર -7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...