મેઘ મહેર:દહેગામમાં 99.91 ટકા વરસાદ; 100 ટકામાં માત્ર 1 મીમીની ઘટ, ગાંધીનગર તાલુકામાં સૌથી ઓછો

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુલાઈના અંત સુધીમાં દહેગામમાં 59.64 ટકા જ્યારે ગાંધીનગર જિલ્લામાં 51.42 ટકા વરસાદ નોંધાયો

ગાંધીનગર જિલ્લામાં 14 દિવસ જેવા વિરામ બાદ વરસાદની પધારણી થઈ હતી. લાંબા વિરામબાદ પડેલા વરસાદને પગલે દહેગામ તાલુકો 100 ટકા વરસાદની નજીક પહોંચી ગયો છે. દહેગામમાં હવે માત્ર 1 એમએમ વરસાદ પડે એટલ સિઝનનો 100 ટકા વરસાદ નોંધાશે. ગાંધીનગર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ગાંધીનગર તાલુકામાં જ્યારે સૌથી વધુ વરસાદ દહેગામ તાલુકામાં નોધાયો છે કલોલ તાલુકો પણ 100 ટકા વરસાદી માત્ર 9 એમએમ જ દૂર છે.

જિલ્લામાં વરસાદી સિઝનની શરૂઆત બાદ જુલાઈ મહિનાના અંત સુધીમાં દહેગામમાં 59.64 ટકા જ્યારે ગાંધીનગર જિલ્લામાં 51.42 ટકા વરસાદ નોંધાયો હતો. જે બાદ 27 ઓગસ્ટ સુધીમાં દહેગામમાં 95.86 ટકા જ્યારે જિલ્લામાં 86.36 ટકા વરસાદ નોંધાયો હતો. છેલ્લા 14 દિવસથી બંધ વરસાદને શનિવારે ફરી આગમન કરતાં જિલ્લામાં સાવત્રિક વરસાદ નોંધાયો હતો. જેને પગલે દહેગામ તાલુકામાં 100 ટકા વરસાદમાં માત્ર 0.09 ટકા વરસાદની જ ઘટ રહી છે. દહેગામ તાલુકાને છોડીને બધે સારો વરસાદ પડ્યો છે.

તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે

તાલુકોએવરેજપડેલો વરસાદઘટટકાવારીઘટ
દહેગામ790mm789mm1mm99.91 ટકા0.09 ટકા
ગાંધીનગર711mm517mm194mm72.68 ટકા27.32 ટકા
કલોલ784mm775mm9mm98.83 ટકા1.17 ટકા
માણસા792mm640mm151mm80.81 ટકા19.19 ટકા
જિલ્લો760 mm680 mm80 mm89.52 ટકા10.48 ટકા

ઉવારસદ ડેન્ટલ કોલેજમાં વીજળી પડતાં મહિલાનું મોત
કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં શનિવારે વર્ગ ચારના કર્મચારીઓ કામ કરતાં હતા. વરસાદને પગલે અહીં કામ કરતાં 7 કર્મચારીઓ કેમ્પસમાં ઘુમ્મટ નીચે ઉભા હતા. આ સમયે ઝાડ પર વીજળી પડતાં ઝાડ પડીને ઘુમ્મટ પર પડ્યું હતું. જેમાં ઘુમ્મટ ધરાશાયી થતાં નીચે ઉભેલા વર્ગ 4ના 7થી વધુ કર્મચારી ઘાયલ થયા હતા. જેમાં પુદ્રાસણ ખાતે રહેતાં સવિતાબેન જયંતિભાઈ ઠાકોરનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...