તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:કલોલના 5 ગામમાં વેક્સિનના પ્રથમ ડોઝની 98 થી 100% કામગીરી

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પંચાયત તેમજ ગામના યુવાનોના સહયોગથી વેક્સિનેશન કામગીરીને મળેલી સફળતા

કોરોનાની વેક્સિનની કામગીરી સઘન કરવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કવાયત હાથ ધરી હતી. જેના ફલસ્વરૂપે ગ્રામ પંચાયત, ગામના અગ્રણીઓ તેમજ યુવાનોના સહયોગથી જિલ્લાના કલોલ તાલુકાના પાંચ ગામોમાં વેક્સિનના પ્રથમ ડોઝની 98થી 100 કામગીરી થઇ છે. આરોગ્ય વિભાગે વેક્સિનેશન કામગીરી ઉપર વિશેષ ભાર મુક્યો છે. જેને પગલે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એચ.સોલંકી અને ડો.હરેશ નાયકે ગ્રામજનોને વેક્સિને લે તે માટે ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો, ગામના અગ્રણીઓ, સમાજના આગેવાનો તેમજ યુવાનોની સાથે બેઠક કરીને વેક્સિન લેવાના ફાયદાની જાણકારી આપી હતી.

ઉપરાંત વેક્સિન નહી લો તો કોરોનાની ત્રીજી લહેરની ગંભીરતા વિશેની જાણકારી આપી હતી. જિલ્લા આરોગ્ય તંત્રના આશા વર્કરો, મેડિકલ ઓફિસર તેમજ પેરા મેડિકલ સ્ટાફે પણ ગ્રામજનોને વેક્સિન લેવા ફાયદા અંગેની જાણકારી આપી હતી. જેના ફલસ્વરૂપે જિલ્લાના કલોલ તાલુકાના પાંચ ગામોમાં વેક્સિનેશનના પ્રથમ ડોઝની કામગીરી 98થી 100 ટકા થવા પામી છે. જેમાં ઓળા ગામમાં 2182 સામે 2182 હિંમતપુરામાં 529 સામે 529 1 અઢાણામાં 421 સામે 421 ખાત્રજમાં 3546 સામે 3538 અને ગણપતપુરામાં 640 સામે 640ને રસી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...