વેક્સિનેશન:પ્રથમ ડોઝનું 95% અને બીજા ડોઝનું 59% રસીકરણ, જિલ્લાનાં 180 ગામોમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણની કામગીરી - Divya Bhaskar
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણની કામગીરી
  • 4 તાલુકામાં સૌથી વધુ કલોલમાં 99 ટકા રસીકરણ

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સઘન વેક્સિનેશનના ભાગરૂપે કુલ 847746ની વસ્તીમાંથી 806782 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લેતાં કુલ 95.17 ટકા થવાથી 100 ટકા કામગીરીમાં માત્ર 5 ટકાની કામગીરી બાકી રહી છે જ્યારે 442353 લોકોએ બીજો ડોઝ લેતાં 54.83 ટકા કામગીરી થઈ છે. ઉપરાંત જિલ્લાનાં 180 ગામોમાં રસીકરણની 100 ટકા કામગીરી થઈ છે. કોરોનાની મહામારીને હરાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગત તારીખ 16મી, જાન્યુઆરી-2020ના રોજ રસીકરણની કામગીરી શરૂ કરી હતી.

આથી 10 મહિનામાં જિલ્લાના 18 વર્ષથી મોટી ઉંમરની કુલ 847746 વ્યક્તિમાંથી 806782 લોકોએ રસીનો પ્રથમ ડોઝ અને 442353 લોકોએ બીજો ડોઝ લીધો છે. આથી જિલ્લાનાં કુલ 286 ગામોમાં પ્રથમ ડોઝની કામગીરી 95.17 ટકા અને બીજા ડોઝની 54.83 ટકાએ પહોંચી છે. જ્યારે જિલ્લાનાં 180 ગામોમાં રસીના પ્રથમ ડોઝની કામગીરી 100 ટકાને પાર થઇ છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રસીના પ્રથમ ડોઝની કામગીરી 80 ટકાથી ઉપર થાય તો હર્ડ હ્યુમિનીટીને લીધે કોરોનાની ત્રીજી લહેરની ઘાતક અસરને ખાળી શકાશે, તેમ નિષ્ણાત તબીબોએ અભિપ્રાય આપ્યા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના પગલે જિલ્લામાં તંત્ર દ્વારા રસીકરણકરણ માટે સતત પ્રયાસો કર્યા હતા. રસી માટે લોકોને સમજાવવા દરેક જિલ્લા અને તાલુકાના ગામોમાં ઘેર ઘેર જઈ લોકોને રસી લેવા માટે સમજાવવાયા હતા.

જિલ્લામાં તાલુકાવાર પ્રથમ ડોઝની કામગીરી

તાલુકોલક્ષાંકપ્રથમ ડોઝટકાબીજો ડોઝટકા
ગાંધીનગર183001210519115.0412512659.44
દહેગામ21069318431487.489061349.16
માણસા20337016376780.5310527564.28
કલોલ2506822481829912133948.89
કુલ84774680678295.1744235354.83

ગ્રામ પંચાયતના આધારે ગામોનું તારણ કઢાશે
જિલ્લાનાં 180 ગામોમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ થયું છે પરંતુ ગ્રામ પંચાયતના આધારે ગામોમાં કેટલા ટકા રસીકરણ થયું, તે નક્કી કરવા આરોગ્ય વિભાગે આદેશ કર્યો છે. તેના આધારે સ્ક્રુટિની કર્યા બાદ તાલુકાવાર કેટલાં ગામોમાં પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી થઈ છે, તે નક્કી થઈ શકશે.

જિલ્લાના વધુ 2303 લોકોએ રસી લીધી
​​​​​​​કોરોનાની સભંવિત ત્રીજી લહેરને ખાળવા માટે સઘન વેક્સિનેશન ઉપર વિશેષ ભાર મુકવામાં આવતા સતત કામગીરી કરાઈ રહી છે. તેમાં મંગળવારે જિલ્લાના 2303 લોકોએ રસીનો પ્રથમ તેમજ બીજો ડોઝ લીધો હતો. તેમાં જિલ્લાના મનપા વિસ્તારમાંથી 1506 લોકોએ અને જિલ્લાના 286 ગામોના 797 વ્યક્તિઓએ રસી લીધી હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...