ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કિડની ડાયાલિસીસ સેન્ટરમાં ગત વર્ષ-2015માં વાર્ષિક 1197 ડાયાલિસીસથી શરૂ કરાયું હતું. જે માત્ર સાત વર્ષમાં વાર્ષિક ડાયાલિસિસ દર્દીઓનો આંકડો 9433એ પહોંચ્યો છે. છેલ્લા સાત વર્ષમાં કિડની ડાયાલિસીસના દર્દીઓ 527 થયા છે. કિડનીની બિમારીના કિસ્સાઓ વધી રહ્યા હોય તેમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં માત્ર સાત વર્ષમાં વાર્ષિક ડાયાલિસિસના કેસમાં નવ ગણો વધારો નોંધાયો છે. ગત વર્ષ-2015માં વાર્ષિક 1197 ડાયાલિસિસ શરૂ કરાયું હતું. ડાયાલિસિસના દર્દીઓમાં વધારો થતાં વાર્ષિક ડાયાલિસિસનો આંકડો વર્ષ-2020માં તો 9897એ પહોંચ્યો હતો.
આથી વર્તમાન જીવનશૈલીમાં લોકોએ પોતાની આરોગ્યની તંદુરસ્તી માટે નિયમિત કસરત એક માત્ર ઉપાય રહ્યો હોવાનું તબિબોએ જણાવ્યું છે. જોકે કોરોનાકાળમાં 68 દર્દીઓને 200 વખત ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું. જોકે ખાનગી હોસ્પિટલમાં એક ડાયાલિસિસ પાછળ રૂપિયા 2500નો ખર્ચ થાય છે. પરંતુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મફત કરવામાં આવે છે. જ્યારે રાજ્યના ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરીયાણા સહિતના રાજ્યોના દર્દીઓ ડાયાલિસીસ માટે આવતા હોવાનું કિડની ડાયાલિસિસ સેન્ટરના સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર કિરણભાઇ પરીખે જણાવ્યું છે.
કેટલી વખત ડાયાલિસિસ કરાવવું પડે
કિડનીની કેટલા ટકા ખરાબ છે તેના આધારે દર્દીઓને સપ્તાહમાં ડાયાલિસીસ કરાવવું પડે છે. જેમાં કિડનીના તબીબના માર્ગદર્શન મુજબ દર્દીઓને ડાયાલિસીસ કરાવવાનું હોય છે. તેમાં એકથી લઇને ત્રણ વખત ડાયાલિસીસ કરાવવું પડતું હોય છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસીસના કુલ-22 મશીનો હોવાનું સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.એમ.કે.પરમારે જણાવ્યું છે.
ડાયાલિસિસ કેમ કરાવવું પડે છે
શરીરમાં લોહીને શુદ્ધ કરવાની કામગીરી કિડની દ્વારા કરવામાં આવે છે. જોકે કિડની ડેમેજ થાય તો લોહીનું શુદ્ધિકરણની કામગીરી ધીમી કે મંદ પડે છે. જેને પરિણામે દર્દીઓને અનેક બિમારીઓ થાય છે. આથી લોહી શુદ્ધ કરાવવા માટે કિડનીની બિમારીવાળા દર્દીઓને ડાયાલિસીસ કરાવવું પડે છે. ડાયાલિસીસ એટલે લોહીને મશીનથી શુદ્ધ કરવામાં આવે છે. જેના માટે ચાર કલાકનો સમય લાગે છે. જોકે, જંકફુડના આડેધડ સેવનથી પણ કિડની ખરાબ થાય છે.
7 વર્ષના ડાયાલિસિસના વાર્ષિક આંકડા | ||
વર્ષ | ડાયાલિસીસ | વધેલા દર્દી |
2015 | 1197 | 75 |
2016 | 5719 | 63 |
2017 | 7135 | 52 |
2018 | 8009 | 58 |
2019 | 9365 | 72 |
2020 | 9897 | 52 |
2021 | 9368 | 63 |
2022 | 9433(નવેમ્બર-2022સુધી) |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.