રસીકરણ:આરોગ્ય કર્મચારીઓ કામગીરીથી અળગા રહેતા 919 લોકોએ રસી લીધી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારમાંથી એકપણ કેસ નોંધાયો નહી વેક્સિન લેનારા વ્યક્તિઓની સંખ્યા 1000ની અંદર આવી ગઇ

રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ રવિવાર અને જાહેરરજાના દિવસે વેક્સિનની કામગીરી નહી કરતા રવિવારે માત્ર 919 લોકોએ રસીનો પ્રથમ તેમજ બીજો ડોઝ લીધો છે. આરોગ્ય કર્મચારીઓએ રવિવાર અને રજાના દિવસે વેક્સિનેશનની કામગીરી નહી કરવા નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે આરોગ્ય કર્મચારીઓના યુનિયન દ્વારા આરોગ્ય કમિશ્નર તેમજ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી હતી.

જેની અસર દશેરાની જાહેર રજામાં તેમજ રવિવારની રજામાં વેક્સિનેશની કામગીરી ઉપર પડતા વેક્સિન લેનાર વ્યક્તિઓની સંખ્યા 1000ની અંદર આવી ગઇ છે. તંત્રના જણાવ્યા મુજબ જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારમાંથી રવિવારે 919 લોકોએ રસીનો પ્રથમ તેમજ બીજો ડોઝ લીધો છે. તેમાં મનપા વિસ્તારમાંથી 516 અને ગામડાઓમાંથી 403 લોકોએ રસી લીધી છે. જ્યારે રવિવારે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

કામગીરી અટકતા જિલ્લાના 18 સેન્ટરોમાં વેક્સિનેશન કામગીરી થઇ
જિલ્લામાં કેટલા સેન્ટરોમાં વેક્સિનેશનની કામગીરી થઇ છે તે અંગે પુછતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડાએ જણાવ્યું કે જિલ્લાના પીએચસી, સીએચસી સહિત કુલ-42 સેન્ટરોમાંથી 18 સેન્ટરો ઉપર વેક્સિનેશનની કામગીરી થઇ છે.

વેક્સિનેશન તેવા સેન્ટરોમાં થયું છે કે જ્યાં 24 કલાક પીએસસી અને સીએચસી ત્યાં ફરજ ઉપરના સ્ટાફ નર્સ, સીએચઓ તેમજ કોન્ટ્રાક્ટર કર્મચારીઓ દ્વારા રસી આપવામાં આવી છે. જોકે જ્યાં કોવિડ કેસ નિકળે તેમજ રોગચાળો ફાટી નિકળે ત્યાં કામગીરી કરવા કર્મચારીઓને પ્રમુખે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...