ચોરી:અડાલજના સેન્ટોસા બંગલામાંથી દાગીના સહિત 9.19 લાખની ચોરી

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર સૂઇ રહ્યો હતો ત્યારે ચોર ઘૂસ્યો

અડાલજ સ્થિત સેન્ટોસા નીમ બંગલોમાં તસ્કરોએ રાત પરોણા કર્યા હતા. પરિવાર ઉપરના માળે આરામ કરતો હતો, તે દરમિયાન નીચેના રૂમમાંથી ઘરફોડિયા ચોરી કરી પલાયન થઇ ગયા હતા. સવારે પરિવાર નીચે ઉતર્યો હતો, તે સમયે સામાન અસ્ત વ્યસ્ત જોવા મળ્યો હતો.

જેથી તપાસ કરતા દાગીના સહિત 9.19 લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હોવાની અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શિલ્પાબેન પચાણભાઇ ચૌહાણ (રહે, સેન્ટોસા નીમ લેન્ડ બંગલો, અડાલજ)એ ફરિયાદ નોંધાવી હતી કે, 3 બાળકો સાથે બંગલામા ઉપરના માળે આરામ કરતી હતી.

જ્યારે બીજા દિવસે સવારે આરામ કરીને નીચે આવ્યા બાદ બેડરૂમનો મુખ્ય દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. જેથી બાળકોને નીચે બોલાવી અંદરના રૂમમાં જતા તમામ સામાન વેર વિખેર પડેલો જોવા મળ્યો હતો. લોખંડની તિજોરી, લાકડાના કબાટના દરવાજા ખુલ્લા જોવા મળતા હતા. જ્યારે તેમા મુકવામા આવેલા દાગીના, રોકડા 40 હજારની ચોરી કરી પલયાન થઇ ગયા હતા.જેની ફરિયાદ નોંધાઇ છે.

સોસાયટીમાંથી બાઇક- માલમતાની ચોરી
અડાલજના સેન્ટોસા નીમ લેન્ડના બંગલામાંથી 9.19 લાખની માલમતાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જ્યારે આ જ સોસાયટીમાંથી એક બાઇકની પણ ચોરી કરવામાં આવી હતી. એક જ સોસાયટીમાંથી રોકડ, માલમતા અન બાઇકની ચોરી હતી.

અન્ય સમાચારો પણ છે...