વેક્સિનેશન:ગાંધીનગરમાં પ્રથમ ડોઝનું 90% રસીકરણ, મનપા વિસ્તારમાં બીજા ડોઝની માત્ર 31 ટકા જ કામગીરી

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી શરૂ કરાઈ હતી

ગાંધીનગર મહાનગરપાલિકામાં ગત તારીખ 16 જાન્યુઆરી-2021થી શરૂ થયેલી વક્સિનેશનની કામગીરીમાં અત્યાર સુધી પ્રથમ ડોઝની 90% કામગીરી પૂરી થઈ છે. જ્યારે બીજા ડોઝની 31% કામગીરી થવા પામી છે. છતાં કોરોનાની વર્તમાન સ્થિતિ, ઋતુજન્ય રોગો અને વરસાદને કારણે મહાનગરપાલિકાની ચૂંટણી ચોમાસા પછી યોજવાની પંચે જાહેરાત કરી છે.

કુળની મહામારીને કોરોનાની મહામારી ને હરાવવા માટે વેક્સિનેશન એકમાત્ર ઉપાય હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા ગત તારીખ 16મી, જાન્યુઆરી 2021થી શરૂ કરી હતી. જોકે કોરોનાની પ્રથમ લહેરની મંદ અસર તેમજ સોશિયલ મીડિયામાં રસીને લઈ ફેલાયેલી અફવાઓને પગલે લોકોમાં રસી લેવાના મામલે લોકોમાં મોળો પ્રતિસાદ જોવા મળી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ કોરોનાની બીજી લહેરમાં જોવા મળેલા રોદ્ર સ્વરૂપને જોતા જ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારબાદ લોકોમાં રસી લેવા માટે જાણે હોડ જામી હોય તેમ તમામ વેક્સીનેશન સેન્ટર ખાતે લોકોની ભીડ જોવા મળી રહેતી હતી.

ઉલ્લેખનીય છે કે શરૂઆતના તબક્કામાં 60 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓને જ રસી આપવામાં આવતી હતી. ત્યાર બાદ 45 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓ માટે વેક્સીન આપવાનું શરૂ કર્યું હતું. તે પછી 18 વર્ષથી મોટી વ્યક્તિઓ માટે પણ વેક્સિનેશન ની કામગીરી શરૂ કરી હતી. યુવાનો માટે વેક્સિનેશન શરૂ કરતાં જ રસી લેનારો વ્યક્તિઓમાં દિન-પ્રતિદિન વધારો થવા પામ્યો હતો.ગાંધીનગર મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ ગૌસ્વામીએ જણાવ્યું છે કે મનપા વિસ્તારના વેક્સિન માટે 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 2.86 લાખ લોકો છે. તેમાંથી અત્યાર સુધી રસીનો પ્રથમ ડોઝ 300173 એટલે કે 90% લોકોએ લીધો છે. જ્યારે રસીનો બીજો ડોઝ 91915 એટલે કે 31% લોકોએ લીધો છે.

મનપાના કેટલા પુરુષ અને સ્ત્રીઓએ રસી લીધી
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 220335 પુરુષોએ અને 171681 મહિલાઓએ વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ લીધો હોવાનું ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

મનપાના લોકોએ કોવીશિલ્ડ-કોવેક્સિન રસી લીધી
ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારના કુલ 350401 લોકોએ કોવીશિલ્ડ રસી લીધી છે. જ્યારે 41677 લોકોએ કોવેક્સિન રસી લીધી છે. જોકે કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ 84 દિવસે આપવામાં આવે છે. જ્યારે કોવેક્સિન રસીનો ડોઝ 28 દિવસે આપવામાં આવે છે.

વયજૂથ પ્રમાણે રસી લેનાર વ્યક્તિઓ
કોરોનાની રસી લેનાર વ્યક્તિઓમાં 18થી 44 વર્ષની 236671, 45થી 60 વર્ષની 96743 અને 60 વર્ષથી મોટી ઉંમરની 58728 લોકોએ રસી લીધી છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ લેનાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

અમદાવાદના લાભાર્થીઓ પણ રસી લીધી હોવાથી આંકડો વધુ દેખાય છે
મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર કલ્પેશ ગોસ્વામી જણાવ્યું છે કે મનપા વિસ્તારમાંથી અત્યાર સુધી કુલ 3 લાખથી પણ વધુ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જોકે મનપાના 18 વર્ષથી મોટી ઉંમરની કુલ 2.86 લાખ લોકો છે. આથી રસી લેનાર વ્યક્તિઓનો આંકડો જે વધારે દેખાય છે. તેમાં અમદાવાદમાંથી રસી લેવા આવેલા વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે.

જિલ્લાના ગ્રામ્ય તેમજ મનપા વિસ્તારમાંથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી
જિલ્લાના ગ્રામ્ય તેમજ મનપા વિસ્તારમાંથી સોમવારે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાની સારવારથી એક દર્દી સાજો થયો છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા એકપણ દર્દીનું મોત થયું નથી. વેક્સિનેશન ની કામગીરીના ભાગરૂપે સોમવારે જિલ્લાની 9160 વ્યક્તિઓએ રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધો છે. જેમાં મનપા વિસ્તારમાંથી 3569 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 5591 વ્યક્તિઓએ રસી લીધી છે.

રસીથી ત્રીજી લહેરની ઓછી અસરની શક્યતા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના ડોક્ટર શશી મુન્દ્રા ની પૂછતાં જણાવ્યું છે કે કોરોનાની સંભવિત કોરોના ની ત્રીજી લહેર આવશે તો ખરી જ પરંતુ હાલમાં લોકો જે રીતે રસી લઇ રહ્યા છે તેને જોતા કોરોનાની ત્રીજી લહેરની લોકોમાં ઓછી અસર થવાની શક્યતા પણ રહેલી છે. જોકે લોકોએ કોરોના નિયમોનું પણ ચુસ્ત પાલન જેટલું વધારે કરશે તેટલું જ બીજી લહેરથી બચી શકાશે. ડો.શશી મુન્દ્રા

કોરોનાની ત્રીજી લહેરનો ડર : વિદ્યાર્થીઓ STનો મહિનાનો જ પાસ કઢાવે છે
કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો ડર વિદ્યાર્થીઓમાં પણ જોવા મળી રહ્યો છે. જેને પરિણામે સામાન્ય દિવસોમાં વિદ્યાર્થીઓ ત્રણ મહિનાનું પાસ કરાવતા હતા. હાલમાં માત્ર એક જ મેળાનું પાસ કરાવી રહ્યા છે.કોરોનાની બીજી લહેરની ઓછી અસર થતા જ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર શાળાઓ અને કોલેજો વિદ્યાર્થીઓ માટે ખોલીને ઓફલાઇન શિક્ષણ શરૂ કરાઈ રહ્યું છે. રાજ્યની ધોરણ 9 થી 12 શાળાઓ શરૂ કર્યા બાદ કોલેજો પણ ખોલી દેવામાં આવી છે જોકે હાલમાં કોરોનાના કિસ્સા વધી ગયા હોવાથી શાળા અને કોલેજોમાં અપડાઉન કરતાં વિધાર્થીઓ એસટી પાસનો લાભ લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...