તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલીમ:90 CHOને કોરોનાના ટેસ્ટિંગની તાલીમ અપાઈ

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટા આરોગ્ય કેન્દ્રોમાં પણ ટેસ્ટિંગ કરાશે

જિલ્લામાં હાલમાં વધી રહેલા કોરોનાના સંક્રમણની ઝપટમાં શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તાર આવી ગયો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોને કોવિડના ટેસ્ટીંગ માટે શહેર સુધી લાંબા થવું પડે નહીં તે માટે જિલ્લાના 172 પેટા આરોગ્ય કેન્દ્રોમાં કોવિડના ટેસ્ટીંગની કામગીરી શરૂ કરાઈ છે. કોરોનાના ટેસ્ટિંગની શરૂઆત કરતા પહેલા પેટા આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા સીએચઓને કોવિડનો ટેસ્ટ કેવી રીતે કરવો. ટેસ્ટ કરતી વખતે શું શું કાળજી રાખવી તેમજ કોવિડનો ટેસ્ટ કરાવવા આવનાર વ્યક્તિની વિગત સાથેનું ફોર્મ ભરવું.

ઉપરાંત ટેસ્ટિંગ માટે આવેલી વ્યક્તિના આરોગ્યની ચકાસણી કર્યા બાદ કોવિડનું ટેસ્ટિંગ કરવું તેની પ્રેક્ટીકલ અને થીયરીકલ તાલીમ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપાઈ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એચ.સોલંકીએ જણાવ્યું છે. કોવિડના ટેસ્ટીંગની જિલ્લાના પેટા આરોગ્ય કેન્દ્રોના 95 જેટલા સીએચઓને સજ્જ કર્યા બાદ કોવિડના ટેસ્ટ માટેની એન્ટીજન્સ ટેસ્ટની કીટ તેમજ આરટીપીસીઆર ટેસ્ટની પણ કીટ આપી છે.ઉપરાંત પીપીઇ કીટ કેવી રીતે પહેરવી તેમજ ટેસ્ટીંગ બાદ તેને કેવી રીતે સંક્રમિત થવાય નહી તે રીતે કાઢવી તેની પણ તાલીમ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...