તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગાંધીનગર જિલ્લામાં આજે 4 કેસોની સામે 9 દર્દી ડિસ્ચાર્જ, 1 દર્દીનું સારવાર દરમિયાન મોત

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેગામની 45 વર્ષીય સ્ત્રીનું કોરોનાથી મોત થયું

ગાંધીનગર જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટવાની સાથે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો આવી રહ્યો છે. ત્યારે આજે જિલ્લાના ગ્રામ્ય અને કોર્પોરેશન વિસ્તારમાં 4 કોરોના કેસોની સામે 9 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. જ્યારે આજે દહેગામની 45 વર્ષીય સ્ત્રીનું કોરોનાથી મોત થયું હોવાનું સરકારી દફતરે નોંધ કરવામાં આવી છે.

જિલ્લાના ગામોમાં પણ 18 થી વધુ વયના લોકોને રસી આપવામાં આવી

ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. ત્યારે હાલમાં કોર્પોરેશન વિસ્તારની સાથે સાથે જિલ્લાના ગામોમાં પણ 18 થી વધુ વયના લોકોને રસી આપવામાં આવી રહી છે. ત્યારે આજે કોર્પોરેશન અને ગ્રામ્ય વિસ્તારના મળીને નવા 4 લોકોના રીપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. તો સારવાર લઇ રહેલાં 9 દર્દીઓ ડીસ્ચાર્જ કરાયાં છે.

કોર્પોરેશન વિસ્તારમાં પણ 2 કોરોના કેસો મળી આવ્યા

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું હોય તે પ્રકારે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 4 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી 2 કોરોના કેસોની સામે 4 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે દહેગામની 45 વર્ષીય સ્ત્રીનું કોરોનાથી મોત નીપજ્યું હતું. એજ રીતે કોર્પોરેશન વિસ્તારમાં પણ 2 કોરોના કેસો મળી આવ્યા છે. જેની સામે 5 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં આજે 4112 લાભાર્થીને 40 સેન્ટરો પરથી કોરોનાની રસી આપવામાં આવી હતી. ત્યારે અત્યાર સુધીમાં કોવિડ રસીનો 2 લાખ 82 હજાર 488 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 90 હજાર 896 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાં 45 થી 60 વય મર્યાદાના કો મોર્બિડીટી ધરાવતા અને 60 વર્ષથી વધુ વયના કુલ 1 લાખ 98 હજાર 989 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 67 હજાર 569 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. તદ્ઉપરાંત 18 થી 44 વય જુથના 2701 લાભાર્થીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...