જિલ્લામાં કોરોનાના 7 કેસ:9 દર્દીએ કોરોનાને હરાવ્યો, મનપા વિસ્તારમાંથી એચ1 એન1ના નવા 3 દર્દી નોંધાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં કોરોનાના નવા 7 દર્દીઓ નોંધાયા છે. જ્યારે સારવારથી વધુ 9 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. પરંતુ ગત બુધવારે જિલ્લામાંથી એચ1 એન1ના એકપણ કેસ નોંધાયા નહી. પરંતુ ગુરૂવારે મનપા વિસ્તારમાંથી એચ1 એન1ની ઝપટમાં વધુ ત્રણ દર્દીઓ આવ્યા છે.

ગત બુધવારે જિલ્લામાંથી કોરોનાના માત્ર ચાર કેસ નોંધાયા હતા. તે પણ માત્ર મનપા વિસ્તારમાંથી નોંધાયા હતા. જ્યારે જિલ્લાના ચાર તાલુકામાંથી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નહી. પરંતુ ગુરૂવારે જિલ્લામાંથી કોરોનાના નવા 7 કેસ મળી આવ્યા છે. તેમાં મનપા વિસ્તારમાંથી 4 અને બે તાલુકામાંથી ત્રણ કેસનો સમાવેશ થાય છે. જ્યારે તેની સામે મનપા વિસ્તારમાંથી વધુ 9 દર્દીઓ અને ચાર તાલુકામાંથી બે દર્દીઓ સાથે કુલ-11 દર્દીઓ સાજા થયા છે.

મનપાના આરોગ્ય તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ સરગાસણમાંથી 30 વર્ષીય, 42 વર્ષીય બે મહિલાઓ, ભાટમાંથી 47 વર્ષીય મહિલા, સેક્ટર-28નો 1 વર્ષનો માસુમ કોરોનાની ઝપટમાં આવ્યો છે. જ્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર તાલુકાના છાલામાંથી 21 વર્ષીય યુવતી, 30 વર્ષીય યુવાન જ્યારે દહેગામ તાલુકાના નાંદોલની 21 વર્ષીય યુવતી કોરોનાથી સંક્રમિત થઇ છે.

મનપા વિસ્તારમાંથી ગુરૂવારે નોંધાયેલા એચ1 એન1ના ત્રણ કેસમાં સુઘડની 33 વર્ષીય મહિલા, પાલજના 54 વર્ષીય આધેડને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે સેક્ટર-13ના 78 વર્ષીય મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તંત્ર દ્વારા હાલ તકેદારી રખાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...