કામગીરી:જિલ્લા પંચાયતના 9 જેટલા ગ્રામ સેવકને પ્રમોશન અપાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસ્તરણ અધિકારી અને આંકડા મદદનીશ બનાવાયા
  • લાંબા સમયથી અટકી પડેલી પ્રમોશનની કામગીરી શરૂ થતાં કર્મચારીઓમાં ખૂશીનો માહોલ છવાઇ ગયો

ગાંધીનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓના પ્રમોશનની કામગીરી છેલ્લા ઘણાં સમયથી અટકી પડી હતી. જે હવે શરૂ થઇ હોય તેમ ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા નવ ગ્રામ સેવકોને વિસ્તરણ અધિકારી અને આંકડા મદદનીશ તરીકે આપેલા પ્રમોશન પરથી લાગી રહ્યું છે. આમ પ્રમોશનની કામગીરી તંત્રએ હાથ ધરી છે.

સરકારી કચેરીઓમાં કર્મચારીઓને પ્રમોશન આપવાનો નિયમ છે. પરંતુ કોરોનાની મહામારીને પગલે ગાંધીનગર જિલ્લા પંચાયતમાં વર્ગ-3 કર્મચારીઓની અલગ અલગ કેડરમાં પ્રમોશનની કામગીરી અટકી પડી હતી. આથી પ્રમોશનની કામગીરી શરૂ થાય તે માટે કર્મચારીઓ ચાતક નજરે રાહ જોઇ રહ્યા હતા. તેમાં જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌત્તમ દ્વારા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા નવ ગ્રામ સેવકોને પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમાં જિલ્લા ગ્રામ વિકાસ અેજન્સીમાં વિસ્તરણ અધિકારી (ખેતી) તરીકે એન.એ.કંસારા, ડી.પી.આચાર્ય અને પી.આર.પ્રજાપતિને પ્રમોશન આપ્યું છે.

જ્યારે જિલ્લા પંચાયતના આંકડાશાખામાં આંકડા મદદનીશ તરીકે પી.વી.સુમેરા, આર.એ.પટેલ, એમ.બી.પટેલ, ડી.જી.પટેલ, વી.પી.પ્રજાપતિ અને જે.વી.ગોહિલને પ્રમોશન આપવામાં આવ્યું છે. ગ્રામ સેવકોને પ્રમોશન આપ્યા બાદ હવે તલાટી તેમજ સિનિયર ક્લાર્કમાંથી હેડ ક્લાર્કના પ્રમોશન આગામી સમયમાં આપવામાં આવે તેવો આશાવાદ જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...