ધરપકડ:પીંડારડા ગામમાં ખેતરમાંથી દારૂની 9 બોટલ ઝડપાઈ

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગાંધીનગર તાલુકાના પીંડારડા ગામે એરંડાના ખેતરમાંથી દારૂની 9 બોટલ ઝડપાઈ હતી. પેથાપુર પોલીસને બાતમી મળી હતી કે પીંડારડા ગામે ખેતરમાં ભાગીયા તરીકે ખેત મજૂરી કરતાં પ્રવિણ ઉર્ફે પિન્ટુ દલાજી ઠાકોર વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. જેના આધારે પોલીસે રેડ કરતાં એરંડાના વાવેતરમાં એક પ્લાસ્ટીકની કોથળી મળી આવી હતી.

આ અંગે પોલીસે તપાસ કરતાં દારૂની 9 બોટલ મળી આવી હતી, જોકે આરોપી સ્થળ પર મળી આવ્યો ન હતો. જેને પગલે પોલીસે 9,450ની કિંમતની દારૂની 9 બોટલ જપ્ત કરીને આરોપી સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં પોલીસની ઘોંચ છતાં ખાનગીમાં આ રીતે દારૂની હેરાફેરી થઈ રહી છે તેને રોકવા લોકોની માગણી છે.

અન્ય સમાચારો પણ છે...