• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • 88 Junior Clerks Of Employment Training Office Were Given Promotions, The Government Gave Promotions To All On The Day The Report Was Published.

DB ઇમ્પેક્ટ:રોજગાર તાલીમ કચેરીના 88 જુનિયર કારકુનને પ્રમોશન અપાયાં, સરકારે અહેવાલ પ્રસિદ્ધ થયાના દિવસે જ તમામને પ્રમોશન આપ્યું

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજયના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળની રોજગાર તાલીમ કચેરીના 88 જુનિયર કારકુનોને પ્રમોશન આપવા માટે છેલ્લા 6 મહિનાથી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. છેવટે દિવ્ય ભાસ્કરમાં તા. 3 જાન્યુઆરીએ અહેવાલ પ્રસિદ્ધ થતાં તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

મંત્રી બ્રિજેશ મેરજાએ પ્રક્રિયાને તાત્કાલિક હાથ ધરવાનો આદેશ કરતાં 3 જાન્યુઆરીએ જ તમામ 88 કારકુનોને પ્રમોશન આપવામાં આવ્યા હતા. આ બાબતે મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે, પ્રમોશનની કામગીરી વિભાગ કક્ષાએ હાથ ધરાઇ છે, તેમાં મારી કોઇ ભુમિકા હોતી નથી. ગૌણ સેવા દ્વારા પરીક્ષામાં પાસ થયા પછી આ પ્રમોશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...