વિવાદ:રોજગાર વિભાગના 88 ક્લાર્કને 4 મહિનાથી પ્રમોશન મળતું નથી, અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતાં નથી

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પછી પણ નિર્ણય નહીં

રાજયના બેરોજગારોને રોજગારીનો પુરી પાડવાની જેની જવાબદારી છે તેવા શ્રમ અને રોજગાર વિભાગના જ રોજગાર નિયામક કચેરીના 88 જુનિયર કલાર્ક સિનીયર કલાર્ક માટે લાયક હોવાછતા સાડા ચાર મહિનાથી તેમને પ્રમોશન આપવામાં આવતું નથી. જુનિયર કલાર્ક દ્વારા એકઠા થઇને વારંવાર શ્રમ અને રોજગાર વિભાગમાં રજૂઆત કરવામાં આવે છે, છતા વિભાગના અધિકારીઓના પેટનું પાણી હલતું ન હોવાનું બહાર આવ્યું છે.

ખાલી પડેલી 88 સિનિયર કલાર્કની જગ્યા પર પ્રમોશન આપવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા પછી કેટલા ઉમેદવારો પાસ થયા તેનું પરિણામ પણ આવી ગયું હતુ. પરિણામ આવ્યાને સાડા 4 માસ જેટલો સમય થયો હોવા છતા હજુ તેમને પ્રમોશન આપવામાં આવતું નથી. સામાન્ય રીતે નાણાં વિભાગ સહિત અન્ય વિભાગમાં પ્રમોશન એક મહિનામાં આપવામાં આવે છે, પણ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા પ્રમોશન આપવામાં આવતું ન હોવાથી વારંવાર કર્મચારીઓ રજૂઆત કરી રહ્યા છે.

પ્રમોશન જલ્દી આપવું પડે નહીં તેટલા માટે એક પછી એક કર્મચારીની પ્રમોશનની રજૂઆતમાં પ્રશ્નો ઉભા કરવામાં આવે છે અને આ પ્રશ્નોના જવાબ માટે કર્મચારીઓની ફાઇલને પોસ્ટમાં મોકલવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...