તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:ગલુદણની સીમમાંથી ગાડીની ડેકીમાંથી 87000 મતાની ચોરી

ગાંધીનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લગ્નમાં આવેલા મુંબઇના વેપારીનાં લેપટોપ, રોકડ ચોરાયાં

જિલ્લામાં છેલ્લાં કેટલાંક સમયથી ચોરીઓના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગત શનિવારે ગલુદણમાં લગ્ન પ્રસંગમાં મુંબઈથી આવેલા સગાની ગાડીમાંથી લેપટોપ, રોકડ સહિત કુલ 87000 મતાની ચોરી થતા ચકચાર મચી જવા પામી હતી.

જિલ્લાના ઇસનપુર મોટા ગામમાં રહેતા મિત્રને ઘરે લગ્ન પ્રસંગે આવેલા મુંબઇના વેપારીના લેપટોપ સહિતની વસ્તુની ચોરી અંગે ડભોડા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઇમાં રહેતા સૌરવ અજયકુમાર ઝરખંડી પાઠક ગત તારીખ 13મી, શનિવારે ઇસનપુરમાં રહેતા સહપાઠી મિત્ર સૌમેલ રાજેશભાઇ પટેલના ઘરે લગ્નપ્રસંગે આવ્યા હતા.

ગત તારીખ 14મી, રવિવારે ગલુદણ ગામની સીમમાં આવેલી 13ગામ લેઉઆ પાટીદારની વાડીએ લગ્નપ્રસંગમાં ભાગ લેવા આવ્યા હતા. જીજે-18-બીએલ-2738 નંબરની ગાડીની ડેકીમાં મુંબઇના વેપારીએ પોતાનું લેપટોપ, એપલ કંપનીના બ્લુતુથ ઇયર ફોન અને રોકડ રૂપિયા લેપટોપની બેગમાં મુક્યા હતા.

લગ્ન પ્રસંગ પતાવીને રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે ગાડી પાસે આવ્યા ત્યારે ગાડીની ડેકી અધખુલ્લી જણાતા તપાસ કરી હતી. આથી ડેકીમાંથી લેપટોપ બેગ હતી નહી. આથી લેપટોપ બેગમાં લેપટોપ, ઇયર ફોન, રોકડા તેમજ બન્કોના એટીએમ કાર્ડ સહિત કુલ રૂપિયા 87000ની મત્તાની ચોરી થઇ હતી. ચોરી અંગે વેપારીએ ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા પોલીસે ગૂનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ રીતે ગલુદણ ગામની સીમમાં આવેલા લેઉઆ પાટીદારની વાડીમાં લગ્નમાં આવેલા મુંબઇના વેપારીએ લેપટોપ, રોકડ અને ઇયર ફોન સહિતની વસ્તુ ગાડીની ડેકીમાં મુકી હતી. ગાડીની ડેકીનું લોક તોડીને કોઈ તસ્કરો રૂપિયા 87000 વસ્તુની મત્તા ચોરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો