શિક્ષણ:જિલ્લાના ધો.-3થી 8 અને 10ના 87 % છાત્રોએ NASમાં ભાગ લીધો

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લાની સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક કુલ-196 શાળાઓને તેમાં આવરી લેવામાં આવી

જિલ્લાના ધોરણ-3થી 8 અને ધોરણ-10ના 4941 વિદ્યાર્થીઓએ નેશનલ એચિવમેન્ટ સર્વેમાં ભાગ લીધો હતો. આથી 87.14 ટકા વિદ્યાર્થીઓએ એનએએસમાં ભાગ લીધો હોવાથી 196 શાળાઓમાં કુલ 229 બ્લોક ઉભા કરવામાં આવ્યા. નવી દિલ્હી એનસીઇઆરટી અને સીબીએસઇના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં રહેલી શૈક્ષણિક ક્ષમતાને ચકાસવા માટે નેશનલ એચિવમેન્ટ સર્વેનું આયોજન કરવામાં આવ્યું હતું. એનએએસમાં સમગ્ર દેશમાંથી ધોરણ-3, 5, 8 અને ધોરણ-10ના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે.

એનએએસ પરીક્ષા માટે એક વર્ગખંડ દીઠ માત્ર 30 જ વિદ્યાર્થીઓની પસંદ કરવાના હતા. આથી જિલ્લાની સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક કુલ-196 શાળાઓને આવરી લેવાઈ હતી. આ શાળાઓના વિદ્યાર્થીઓ એનએએસ પરીક્ષાથી માહિતગાર બને તે માટે ધોરણ-3, 5, 8 અને ધોરણ-10ના છાત્રોને ગત તારીખ 10મી અને 11મીના રોજ તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ ગત તારીખ 12મી, નવેમ્બરના રોજ એનએએસ પરીક્ષા લેવામાં આવી હતી.

એનએએસ પરીક્ષામાં જિલ્લાના ધોરણ-3ના કુલ-972 વિદ્યાર્થીઓ માટે કુલ 40 બ્લોક ઉભા કર્યા હતા. તેમ છતાં 799 વિદ્યાર્થીઓએ ભાગ લેતા કુલ 82.20 ટકા વિદ્યાર્થીઓએ એનએએસ પરીક્ષામાં આપી હતી. તેજ રીતે ધોરણ-5ના કુલ 928માંથી 768 વિદ્યાર્થીઓએ 40 બ્લોકમાં પરીક્ષા આપતા કુલ 82.76 ટકા વિદ્યાર્થીઓએ રસ દાખવ્યો છે. જ્યારે ધોરણ-8ના કુલ 1906માંથી 1661 વિદ્યાર્થીઓએ 75 બ્લોકમાં પરીક્ષા આપતા કુલ 87.15 ટકા વિદ્યાર્થીએએ પરીક્ષામાં રસ દાખવ્યો છે.

ધોરણ-10ના કુલ 1864માંથી 1713 વિદ્યાર્થીઓએ 75 બ્લોકમાં પરીક્ષા આપતા કુલ 91.90 ટકા છાત્રોએ પરીક્ષા આપી. આમ કુલ 196 શાળાઓના કુલ 5670માંથી 4941 વિદ્યાર્થીઓએ ભાગ લેતા કુલ 87014 ટકા ભાગ લીધો હોવાનું જિલ્લા શિક્ષણતંત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...