રાજ્યના તોલમાપ અને ગ્રાહક સુરક્ષા તંત્ર દ્વારા પ્રથમવાર સીગારેટ, તમાકુ અન તમાકુની પ્રોડક્ટના વેચાણમાં એમઆરપીથી વધુ કિંમત વસૂલતા એકમો સામે કાર્યવાહી હાથ ધરી છે. આવા 85 એકમોમાં દરોડા પાડીને ગેરરીતિ બદલ પાંચ લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.તમાકુ પ્રોડક્ટના વેચાણમાં ઉંચી કિંમત વસૂલાતી હોવાની ફરિયાદોના પગલે તંત્ર દ્વારા પાન પાર્લરો અને હોલસેલ વેપારીઓને ત્યાં દરોડા પાડયા હતા. અનેક પાર્લરોમાં સીગારેટના પેકેટ પર એમઆરપીના સ્ટીકરમાં છેડછાડ કરેલી તો કેટલાક પાર્લરોમાં સીગારેટ એમઆરપીથી ઉંચા ભાવે વેચવામાં આવતી હોવાનું જણાયું હતું. દાણચોરીથી આવતી વિદેશી સીગારેટના પેકેટ પર ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી સ્વાસ્થ્યને લગતી ચેતવણી દર્શાવેલી નહીં હોવાથી પણ કાર્યવાહી કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.