બૂથ દીઠ ખર્ચનો અંદાજ:મનપા દ્વારા મતદાન મથક દીઠ 30 હજાર લેખે 85 લાખ અપાશે

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલિંગ સ્ટાફનાં ભથ્થાં, ટ્રાન્સપોટેશન ખર્ચમાં બૂથ દીઠ ખર્ચનો અંદાજ લાગવાયો

ગાંધીનગર મનપાની ચૂંટણી માટે કોર્પોરેશન તંત્ર દ્વારા ચૂંટણી પંચને અંદાજિત 85 લાખનું ચુકવણુ કર્યું છે. ગાંધીનગર મહા નગર પાલિકાની ત્રીજી સામાન્ય ચૂંટણી માટે 3 ઓક્ટોબરના રોજ મતદાન થયું હતું. જેમાં 11 વોર્ડમાં 284 મતદાન મથકો પર નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

સમગ્ર ચૂંટણી કામગીરીમાં 5 ચૂંટણી અધિકારીના સીધા નિરીક્ષણમાં 1700 જેટલો પોલિંગ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં અને 1200થી વધુ પોલીસ-હોમગાર્ડના જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા હતા. કોર્પોરેશન સ્વાયત સંસ્થા હોવાને પગલે સમગ્ર આયોજન માટે તંત્ર દ્વારા ચૂંટણી પંચને વોર્ડ દીઠ 30 હજારનું ચુકવણું કરવામાં આવ્યું છે.

એટલે કે 284 મતદાન બુથોને લઈને 85 લાખનું ચુકવવામાં આવ્યું છે. મનપા દ્વારા આ ચુકવણામાં ચૂંટણીની કામગીરી રોકાયેલા કર્મચારીઓ ભથ્થા, પોલીસ જવાનોનો ભથ્થા, ટ્રાન્સપોટેશન ખર્ચ, બુથ ઉભા કરવા થયેલ ખર્ચ સહિતની બાબતોનો સમાવેશ થાય છે. જેમાં એક બુથ દીઠ અંદાજે 30 હજારનો અંદાજ લગાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...