તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:મનપામાં 85, ગ્રામ્યમાં 48%એ રસીનો પ્રથમ ડોઝ લીધો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મનપામાં 22 અને ગ્રામ્યમાં 13% લોકોએ બીજો ડોઝ લીધો : મનપા અને ગ્રામ્યમાં કુલ 8,05,956 લોકોએ રસી લીધી

કોરોનાની સભંવિત ત્રીજી લહેરના આગમન પહેલાં વેક્સિનેશન કામગીરી સઘન કરવાની કવાયત હાથ ધરી છે. તેમાં રાજ્યના પાટનગરના મનપા અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 805956 લોકોએ વેક્સિન લીધી છે. તેમાંથી રસીનો પ્રથમ ડોઝ મનપાના 85.72 ટકા અને ગ્રામ્યના 48.44 ટકા લીધો છે. જ્યારે રસીનો બીજો ડોઝ મનપા વિસ્તારમાં 22.44 ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં 13.48 ટકા લોકોએ લીધી છે.

કોરોનાની બીજી લહેરમાં પડેલી લપડાકને પગલે સભંવિત ત્રીજી લહેરને નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય સેવાઓ વધુને વધુ સુદ્દઢ કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ કોરોનાની ત્રીજી લહેરના આગમન પહેલાં વેક્સિનેશનની કામગીરી સઘન કરવા ઉપર રાજ્ય સરકાર દ્વારા ભાર મુકવામાં આવ્યો છે. ઉપરાંત 60 ટકા જેટલું વેક્સિનેશનનું કામ થઇ જાય તે માટે હાલમાં વેક્સિન આપવા ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.

જોકે તેના રાજ્ય સરકારે ઓન ધ સ્પોર્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમથી વેક્સિનેશન સેન્ટરોમાં રસી આપવાની કામગીરી શરૂ કરાઇ છે. ઉપરાંત વેક્સિનના સેન્ટરો પણ વધારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરની ઘાતકતા નજરે જોયા બાદ લોકોમાં પણ વેક્સિન લેેવાનો રસ જાગ્યો છે. જેને પરિણામે અગાઉ વેક્સિનેશન સેન્ટરો ખાલીખમ જોવા મળતા હતા. જે હાલમાં ભરચક જોવા મળી રહ્યા છે.

ત્યારે વેક્સિનનો સ્ટોક પુરતા પ્રમાણમાં આવતો નહી હોવાની પણ બુમ આરોગ્ય કર્મચારીઓમાં તેમજ લોકોમાં ઉઠી રહી છે. ઓછા ડોઝને કારણે અનેક લોકોને વેક્સિન લીધા વિના પરત જવાની ફરજ પડી રહી છે. ત્યારે જિલ્લાના ગ્રામ્ય અને મનપા વિસ્તારના કુલ 805956 લોકોએ રસી લીધી છે. આથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 60 ટકા પ્રથમ ડોઝનું વેક્સિનેશન કામ થયું નથી.

રવિવારે વધુ 6808 લોકોએ રસી લીધી
વધુમાં વેક્સિનેશનના ભાગરૂપે રવિવારે જિલ્લામાં કુલ 6808 લોકોએ રસી લીધી છે. તેમાં મનપા વિસ્તારમાંથી 2686 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 4122 લોકોએ રસીનો ડોઝ લીધો છે. વધુમાં રસીકરણ પ્રથમ ડોઝ બાદ બીજા ડોઝ વચ્ચેનો સમયગાળો વધારી દેવામાં આવતા રસીકરણ ધીમું પડ્યું.

રસીના બીજા ડોઝ માટે દિવસો વધારવામાં આવતા રસીકરણની ગતિ ધીમી પડી
કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ અગાઉ જે માત્ર 28 દિવસ હતા. જે હાલમાં 84 દિવસ કરી દેવામાં આવ્યા છે. આથી કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લેનાર અને બીજો ડોઝ લેનાર વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. મનપા વિસ્તારમાં બીજો ડોઝ 22.44 ટકાએ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 13.48 ટકા જ લોકોએ લીધો છે.

18 વર્ષથી મોટાને રસી આપતા આંકડો વધ્યો
કોરોનાની બીજી લહેર બાદ 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવતા રસીકરણનો આંકડો વધી રહ્યો છે. આથી જિલ્લાના ચારેય તાલુકાના કુલ 802810 લાભાર્થીઓમાંથી પ્રથમ ડોઝ 392371 અને બીજો ડોઝ 108244 વ્યક્તિઓએ લીધો છે. જ્યારે મનપા વિસ્તારના કુલ 282300 લાભાર્થાીઓમાંથી પ્રથમ ડોઝ 241984 અને બીજો ડોઝ 63351 લોકોએ લીધો છે.

છેલ્લા 30 દિવસમાં મનપામાં સૌથી વધુ અને ઓછું રસીકરણ કરવામાં આવ્યું
મનપા વિસ્તારમાં છેલ્લા 30 દિવસમાં સૌથી વધુ રસીકરણ ગત તારીખ 22મી, જૂન-2021ના રોજ 5763માંથી પ્રથમ ડોઝ 4163 અને બીજો ડોઝ 1600એ લીધો હતો. જ્યારે સૌથી ઓછું રસીકરણ ગત તારીખ 27મી, જૂન-2021ના રોજ 1692માંથી પ્રથમ 901 અને બીજો 791 લોકોએ લીધો હતો.

છેલ્લા 30 દિવસમાં ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ અને ઓછું રસીકરણ કરાયું
છેલ્લા 30 દિવસમાં ગ્રામ્ય વિસ્તારના ચારેય તાલુકામાં સૌથી વધુ વેક્સિનેશન ગત તારીખ 21મી, જૂન-2021ના રોજ 13171માંથી પ્રથમ 12429 અને બીજો 742 લોકોએ લીધો હતો. જ્યારે ઓછો ગત તારીખ 29મી, જૂન-2021ના રોજ 1324માંથી પ્રથમ 646 અને બીજો 678 લાભાર્થીએ ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...